આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. સુરતના હીરા ઉદ્યોગકાર ભીખાભાઈને પાર્વતી માતાનો ખંડિત ઓટલો જોઈને મંદિરનો સંકલ્પ જાગેલો, 30 કરોડનું દાન આપતાં CMથી લઈને PMએ વખાણ કર્યા

  સોમનાથ મહાદેવની પરિક્રમા કરતી વખતે ભીખાભાઈએ પાર્વતી માતાનું મંદિર બનાવવા સંકલ્પ લીધેલો. સોમનાથમાં 2012માં સોનાનું 108થી વધુ કિલોનું સોનાનું થાળું આપવામાં ભીખાભાઈ સહયોગી હતા

2. ફંડોમાં જેટલું લાંબુ રોકાણ એટલું વધુ SWPથી વળતર

  સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે રોકાણકારો દ્વારા ચોક્કસ રકમ નિયમ સમયે ફંડોની યોજનામાં રોકવી, જે રિકરિંગ એકાઉન્ટ જેવી જ હોય છે, જેમાં ચોક્કસ રકમને નિયમ સમય માટે ડિપોઝિટ કરીએ છીએ. ફાઇનાન્સિયલ ગોલ સાથે રોકાણ કરતા હોઇએ ત્યારે ચોક્કસ વર્ષ પછી સ્થિર રકમ પાછી મળે તે જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

3. રાશિદનો સાથી ખેલાડી જ તાલિબાનના પડખે ઊભો રહ્યો; તેની કેપ્ટનશિપ પણ સંકટમાં, વૈશ્ર્વિક નેતાઓ પાસે મદદ માગવી મોંઘી પડશે

  તાલિબાનોને ક્રિકેટ બોર્ડની હેડ ઓફિસ લઈ જનાર બીજું કોઈ નહીં, પરંતુ પૂર્વ અફઘાની ક્રિકેટર અબ્દુલ્લા મઝારી જ હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાનનો કબજો; AK-47લઇને હેડ ઓફિસમાં ધસી આવ્યા

4. અફઘાનિસ્તાનની પૂર્વ મહિલા ફૂટબોલ ટીમ કેપ્ટનની ખેલાડીઓને અપીલ, પોતાની કિટ સળગાવી દો અને સોશિયલ મીડિયા પરથી ફોટો ડિલીટ કરી દો

  ખાલિદા પોપલે કોપેનહેગનમાં બુધવારે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપ્યું ઈન્ટરવ્યૂ. તાલિબાનના પહેલાં શાસનમાં મહિલા પર ઘણાં પ્રતિબંધો હતો, એવું ફરી થવાની શક્યતા.

5. આજે NTAએ પરીક્ષા માટે ઈમેજ કરેક્શન વિન્ડો ઓપન કરી, ચોથા સેશનની એક્ઝામ 26 ઓગસ્ટથી શરૂ થશે

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)JEE મેઈન 2021ની ફાઈનલ સેશનની પરીક્ષા માટે ઈમેજ કરેક્શન વિન્ડો ઓપન કરી દીધી છે. પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in દ્વારા સુધારો કરી શકશે.

6. લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 મજૂરોના મોત, જેસીબીથી ટ્રક ખસેડી બહાર કાઢ્યા મૃતદેહો

  મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે 2 વાગે આ ટ્રક પલટી ખાધી હતી. ટ્રક પર 16 લોકો બેઠેલા હતા. ઘટનામાં જીવીત 3માંથી 2 લોકોને જાલનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી છે. જે હાઈવે પર આ ઘટના થઈ છે તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈ-વે છે.

7. મુંબઈ એરપોર્ટ પર CISFના જવાને સલમાન ખાનને રોક્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- આપણાં જવાનને સેલ્યુટ

  સલમાન ખાન ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ અર્થે રશિયા ગયો છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાને અટકાવ્યો હતો. સલમાન ખાન રશિયામાં ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે ગયો છે. સલમાનની સાથે કેટરીના કૈફ પણ હતી. સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સલમાન ખાન જ્યારે એરપોર્ટની એન્ટ્રી ગેટ આગળ આવે છે, ત્યારે CISFનો જવાન તેને અટકાવીને તેનું આઇડેન્ડિટી કાર્ડ માગે છે.

8. ઝૈનબ અબ્બાસ ઈન્ડિયન પેસર સિરાજની લાઇન એન્ડ લેન્થથી કાયલ, કહ્યું- તે એક વર્લ્ડ ક્લાસ બોલર છે

   ઈન્ડિયા પાસે સિરાજ જેવો બોલર હોવાથી તે એક મજબૂત ટીમ બની ગઈ છે- ઝૈનબ અબ્બાસ

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શન પછી પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ઝૈનબ અબ્બાસ તેની ફેન બની ગઈ છે. તમને જણાવી દઇએ કે ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની ટેલીવિઝન હોસ્ટ, સ્પોર્ટ્સ એન્કર અને મેકઅપ આર્ટિસ્ટ છે. તે પોતાના દેશની એક ફેમસ સેલિબ્રિટી પણ છે.

9. બાર ફાઈટમાં ઈજા પહોંચતા વ્યક્તિએ દારૂ પીવડાવવા બદલ બાર માલિકને જવાબદાર ઠેરવી કેસ કર્યો, કોર્ટે 40 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો

અમેરિકાના લા ફોગાટા મેક્સિકન ગ્રિલ્સ નામના બારમાં આ ઘટના બની હતી. બારમાં ડેનિયલ અને અન્ય વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચેના ઝઘડાંમાં ડેનિયલને ઈજા પહોંચતા તેણે બાર માલિક સામે કેસ કર્યો હતો

ડેનિયલની દલીલ હતી કે બંનેને દારૂ પીવડાવવા માટે બાર અને બાર ટેન્ડર જવાબદાર છે.

Read About Weather here

10. હઝારા સમાજમાં તાલિબાનોની ક્રૂરતા:સાક્ષીએ કહ્યું- ડરને કારણે ઘર-ગામ છોડ્યાં, સામાન લેવા પરત આવ્યા તો તાલિબાનો રાહ જ જોતા હતા; 9 લોકોની ક્રૂર હત્યા કરી.

  આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યક હઝારા સમાજના લોકો પર એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે. એમાં સાક્ષીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે તાલિબાનો હઝારા સમુદાય પર કેવી ક્રૂરતા કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here