રઝીયા શેખ, ગુજરાતના ગૌરવનો ભવ્ય ભુતકાળ, કરૂણ વર્તમાન

રઝીયા શેખ, ગુજરાતના ગૌરવનો ભવ્ય ભુતકાળ, કરૂણ વર્તમાન
રઝીયા શેખ, ગુજરાતના ગૌરવનો ભવ્ય ભુતકાળ, કરૂણ વર્તમાન

‘સાફ’ ગેમ્સમાં દેશને પહેલીવાર ભાલા ફેંકમાં ગોલ્ડ અપાવનાર ખેલાડીની અજીબો ગરીબ ગાથા

રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 25 ગોલ્ડ અને 12 રજત જીતનાર ગુજરાત એથલીટ ગરીબીના ભરડામાં: નિરજ ચોપડાને દિલથી અભિનંદન આપતા રજીયા, ગુજરાતની સરકાર કોઇ કદર કરતી ન હોવાનું દુ:ખ

ગુજરાતને ભાલા ફેંકમાં પહેલી વખત સુર્વણ ચંદ્રક અપાવનાર અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઢગલાબંધ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર દેશની પહેલી ગુજરાતી એથલીટ રઝીયા શેખ જેવી મહાન ભાલા ફેંક ખેલાડી આજે કરૂર્ણ ગરીબીમાં જીવન પસાર કરી રહી છે.

રેલવેના મામુલી પેન્સન પર જીવન પસાર કરી રહેલી આ પહેલી દમદાર ગુજરાતી મહિલા એથલીટનો રાજય સરકારે કોઇ ભાવ પુછયો નથી અને અત્યારે દરરોજ બે છેડા ભેગા કરવાની ચિંતામાં રઝીયા શેખ વડોદરામાં અજ્ઞાત અવસ્થામાં સમય પસાર કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશ માટે ભાલા ફેંકમાં નિરજ ચોપડાએ જયારે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મારી આંખમાં ખુશાલીના આંસુ ઉભરાઇ આવ્યા હતા આવું કહેતા 62 વર્ષના રઝીયા શેખે નિરજને હદય પૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. ભાલા ફેંકના મહિલા વિભાગમાં 50 મીટરનું અંતર પાર કરનાર એ પહેલા મહિલા છે.

1979માં એમણે પહેલીવાર રાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લઇ પહેલા જ પ્રયાસે સિલ્વર જીત્યો હતો ત્યાર પછી તો રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એક પછી એક મેડલ જીતીને દેશના એથલેટીક જગતમાં હલચલ મચાવી દીધી હતી. એમણે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 25 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ જીત્યા હતા.

રસપ્રદ હકિકત એ છે કે, એમણે સહુ પ્રથમ 15 વર્ષની ઉમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું અને તોફાની ઝડપી ગોલનદાજ તરીકે નામના મેળવી હતી. પરંતુ 1978માં રઝીયાને ગુજરાતની ટીમમાં માત્ર એકસ્ટ્રા ખેલાડી તરીકે રાખવામાં આવ્યા હતા. આથી એમણે ક્રિકેટ છોડીને એથલેટીક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

સૌ પ્રથમ એમણે દિલ્હીમાં એશયન ગેમ્સમાં ભાગ લીધો હતો અને 1987માં કોલકત્તામાં રમાયેલા સાઉથ એસીયન રમત ઉત્સવમાં પહેલો સુર્વણ ચંદ્રક હાસલ કર્યો હતો. એ સમયે એમને 50 મીટરથી દુર ભાલો ફેંકનાર પ્રથમ મહિલા ખેલાડીનું બહુમાન પ્રાપ્ત કરી 19 વર્ષ જૂનો વિક્રમ તોડી પાડયો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એમણે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 ચંદ્રક મેડલ જીત્યા હતા.

રઝીયાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, મને ગુજરાતમાં સરદાર પટેલ એવોર્ડ મળ્યો પણ બહુ કદર થઇ નથી. નિરજને નાણા અને પ્રશંસા મળી રહયા એ જોઇને આનંદ થાય છે. હરીયાણા સરકારે પણ તમામ મદદ આપી છે.

Read About Weather here

કમનસીબે ગુજરાત સરકાર તેના ખેલકુદ વીરોનું બહુ સન્માન કરતી નથી અને મદદ રૂપ બનતી નથી. પરંતુ નિરજનો ગોલ્ડ મેડલ આવા એથલીક માટે સફળતાનો માર્ગ ખોલશે એવી આશા છે. મને રેલવેએ નોકરી આપી છે જે મેં 2003માં છોડી દીધી હતી.

ખટપટ બહુ હોવાથી મારે નોકરી છોડવી પડી હતી એ પછી મેં ધણી શાળાઓમાં પણ છુટક નોકરીઓ કરી હતી. ધણાં વર્ષો સુધી મારૂ પેન્સન પણ વધારવામાં આવ્યું ન હોતું મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આવું વર્તન કમ નસીબ ગણાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here