મુખ્યમંત્રી અને મ્યુ.કમિશનરના આદેશનું સુરસુરિયું: કોંગ્રેસ

મુખ્યમંત્રી અને મ્યુ.કમિશનરના આદેશનું સુરસુરિયું: કોંગ્રેસ
મુખ્યમંત્રી અને મ્યુ.કમિશનરના આદેશનું સુરસુરિયું: કોંગ્રેસ

મનપાની વોર્ડ ઓફિસે અલીગઢી તાળા

દરેક વોર્ડ ઓફિસે સવારે 10 થી 12 જન્મ-મરણના દાખલા મળી જશે જાહેરાતનું ઉતમ નમુનો: લોકસંસદ વિચાર મંચ

મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસેથી સવારે 10 થી 12 સુધી જન્મ-મરણનાં દાખલા મળી જશે તેમ મ્યુ.કમિશનર દ્વારા જાહેરાત કરાઈ હતી. મનપાની વોર્ડનં. 14 થી 16 ની ઓફિસે તપાસ કરતા અલીગઢ તાળા હોવાનું શહેર કોંગ્રેસનાં પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી રમેશ તલાટિયા અને લોક સંસદ વિચાર મંચનાં ધીરૂભાઈ રાઠોડે જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાલ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઇસ્ટ જોન માં જન્મ મરણના દાખલા મળતા હતા પરંતુ લોકોને ઘર પાસે જ વ્યવસ્થા ગોઠવવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો હતો અને મુખ્યમંત્રીએ પણ ભારપૂર્વક કહ્યું હતું લોકોને તમામ સુવિધાઓ ઘેરબેઠા મળે તેવા પ્રયાસના ભાગરૂપે દરેક વોર્ડ ઓફિસે જન્મ-મરણના દાખલા નીકળે તેવી વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here      

જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર એ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી હવેથી દરેક વોર્ડ ઓફિસે સવારે 10 થી 12 જન્મ અને મરણના દાખલા મળી શકશે. વોર્ડ ઓફિસે આ અંગેની તમામ પ્રક્રિયાઓ પણ આટોપી લેવામાં આવી છે અને જન્મ મરણના દાખલાની જરૂરી સુવિધા વોર્ડ ઓફિસે પહોંચાડી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પાંચ વોર્ડમાં ધૂમ ધડાકા ભેર જાહેરાત કરીને જન્મ મરણના દાખલા 5 વોર્ડ ઓફિસેથી પ્રારંભ કરાયો હતો તત્કાલીન સમયે કહેવામાં આવેલ કે હવેથી આ સેવા દરેક વોર્ડ ઓફિસે મળશે પરંતુ ત્યારબાદ એ જાહેરાતનું પાંચ વોર્ડ ઓફિસે પણ બાળમરણ થયું હતું.

અહીં સવાલ એ છે કે સ્ટાફ નથી એટલે લોકોને સવારે ફક્ત 10 થી 12 સેવા મળશે પરંતુ શા માટે ફક્ત બે કલાક જ મહાનગર પાલિકા પાસે તોતિંગ સ્ટાફ છે વાર્ષિક 380 કરોડ જેટલો તોતિંગ પગાર  ચૂકવાય છે ત્યારે લોકો ફક્ત બે કલાક સુવિધા શા માટે ? સરકારી કર્મીઓ 24 કલાક સેવા આપવા પણ બંધાયેલા હોય છે. ત્યારે સ્ટાફની અછત કે ફિલ્ડના બહાના હેઠળ બે કલાક દાખલા મળે તે વાત પણ ગેરવ્યાજબી છે.

રાજકોટના જાબાજ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ દરેક વોર્ડ ઓફિસો નું આધુનિકીકરણ અને ડિજિટલ કરી લોકોની તમામ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા તે બાબતને પણ ખાસો સમય થઈ ગયો છે તે પ્રયાસો આગળ વધારવાને બદલે સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે ફક્ત બે કલાક અથવા બાળમરણ થઈ જાય તે વાત પણ વ્યાજબી અને ઉચિત નથી.    

આજે વોર્ડ ઓફિસે હાજર રહેલા સિક્યુરિટીમેન ને પૂછપરછ કરતા વોર્ડ ઓફિસ તો 10- 45 કલાકે અથવા તો 11:00 ખુલશે. દરેક વોર્ડ ઓફિસ ની આ જ હાલત છે ત્યારે લોકોને સવારે 10 થી 12 સુવિધા મળશે કે કેમ ? તે પણ એક સવાલ છે. 

Read About Weather here

રાજ્ય સરકાર માનવતા, સાદગી, નિસ્વાર્થ સેવા અને સારા સંસ્કાર ની તાલીમની તમામ ખાતા ના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ કર્મચારીઓને આપવામાં આવે તો સ્થિતિ સુધરી શકે તેમ છે તેમ અંતમાં ગજુભા, રમેશભાઈ, ધીરુભાઈ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here