રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબોએ સાતમા દિવસે રેલી યોજીસૂત્રોચ્ચાર કર્યા

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબોએ સાતમા દિવસે રેલી યોજીસૂત્રોચ્ચાર કર્યા
રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબોએ સાતમા દિવસે રેલી યોજીસૂત્રોચ્ચાર કર્યા

એક દિવસ પૂર્વે કેન્ડલો કરી તબીબોની માંગણી પ્રકાશ પાળ્યો ; સરકાર – તબીબોની ખેંચતાણ વચ્ચે દર્દીઓ હેરાન પરેશાન

રાજકોટ સહિત રાજયભરની મેડીકલ કોલેજના બોન્ડેડ તબીબો 1:2 બોન્ડ સહિત પડતર માંગણીઓને લઈ હડતાળ કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં 350 થી વધુ તબીબોની હડતાળ સાતમા દિવસે પણ યથાવત છે. હડતાલ કરી રહેલા 350થી વધુ તબીબોએ આજે સવારે સિવિલ કેમ્પસમાં રેલી યોજી બેનરો સાથે ન્યાયની માગણી કરી હતી. આ ઉપરાંત ગઈકાલે સાંજે કેન્ડલ લાઈટ યોજી હતી. તબીબો પોતાની માગણીને લઈ અડગ છે

ત્યારે સરકાર પણ જુકવાના મૂડમાં ન હોય તેમ કોઈ વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા નથી. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલથી હજારો દર્દીઓની હાલત કફોડી બની રહી છે અને આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી રહી છે. ડોકટરોની હડતાલથી ઈમરજન્સીમાં દાખલ થવા માટે દર્દીઓને સમસ્યા થઈ રહી છે તેમજ સર્જરીમાં વેઈટીંગ નોંધાઈ રહ્યુ છે.


Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની બીજી લહેર સમયે બોન્ડેડ ડોક્ટર્સ દ્વારા જીવના જોખમો સેવા બજાવી હતી ત્યારે સરકાર દ્વારા 1:2 બોન્ડનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ ત્રણ માસ કરતા પણ વધારે સમય થઈ ગયો હોવા છતા પણ આ નિયમની અમલવારી કરવામાં આવી નથી.

રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજના તબીબોએ સાતમા દિવસે રેલી યોજીસૂત્રોચ્ચાર કર્યા તબીબો

જેના કારણે બોન્ડેડ તબીબોમાં રોષ ફેલાયો હતો સરકારના જી.આર.ની અમલવારી મુદ્દે ત્રણ દિવસપહેલા આરોગ્ય કમિશ્નર સાથે મુલાકાત કરી હતી પરંતુ તેમણે પણ તબીબો સાથે ગેરવર્તુણુક કરતા તબીબો રોષે ભરાયા છે. સરકારની શોષણ નીતિ સામે સિવિલના તબિબોએ ધરણા અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જો 10 દિવસમાં તબિબો ફરજ ઉપર હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કામગીરી કરવાની ચીમકી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે.

તબીબોની હડતાલ અને વિરોધ પ્રદર્શન વચ્ચે સિવિલમાં આવતા ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે ઈમરજન્સીમાં કોઈ જાય તો ત્યાં ઓપીડી માટે ડોકટર હોય છે તે ચકાસીને ઈનડોર ડોકટરને રીફર કરે છે જે દાખલ કરવાની પ્રક્રિયા કરે છે જે વોર્ડમાં બેડ ખાલી હોય ત્યાં મોકલી આપે કે અને તે વોર્ડના રેસીડેન્ટ ડોકટર દાખલ કરે છે

આ પ્રક્રિયા સામે હવે ઈમરજન્સી વોર્ડમાં કોઈ રેસીડેન્ટ ડોકટર ન હોવાથી ઈનડોર ડ્યુટીના ડોકટરે ફરી વોર્ડમાં આવી દર્દીને દાખલ કરવાનું રહે છે. આ દરમિયાન ઈનડોરમાં દર્દી વધી જાય છે. બીજી તરફ જેમના અકસ્માતો થયા છે તેમને સર્જરીમાં ખુબ વાર લાગી રહી છે અને સર્જરી થઈ જાય તો ફોલોઅપ અને ઓર્બ્જરવેશનમાં ધ્યાન આપી શકાતુ નથી.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમયે અભ્યાસ પૂર્ણ કરનારા બોન્ડેડ તબિબોએ જીવના જોખમે કોરોનાના દર્દીઓની સેવા, સારવાર કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 1:2 બોન્ડનો લાભ એટલે કે, તબિબો એક દિવસ કામ કરે તો બે દિવસ ગણાશે જેથી બોન્ડનો સમય ઓછો સમય થશે તેવું કહીને કરાર આધારિત ક્લાસ -1 તરીકે ભરતી કરી હતી.

જો કે, હવે બોન્ડના સમયનો લાભ ત્રણ જ મહિનામાં પરત ખેંચી લેવાતા જૂનિયર તબિબોમાં રોષ ફેલાયો છે ત્યારે આ અંગે મંગળવારે જુનિયર તબિબો આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આરોગ્ય કમિશ્નરે જૂનિયર તબિબોનો ઉધળો લીધો હતો. તેમજ રજૂઆત કરવા માટે ગયેલા જૂનીયર તબિબો સાથે ગેરવર્તુણુક કરતા રોષે ભરાયા છે

Read About Weather here


તો બીજી તરફ વિરોધ અને હડતાળ કરી રહેલા જૂનિયર તબિબોને 10 દિવસમાં ફરજ ઉપર હાજર થવાના આદેશો સરકાર દ્વારા કરી દેવામાં આવ્યા છે. તેમજ જો 10 દિવસમાં તબિબો ફરજ ઉપર હાજર નહીં થાય તો તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની ઉચ્ચ અધિકારીઓને સૂચના મોકલી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here