શ્રાવણમાં ધર્મ સ્થાનો પર ભકતોનો જબરો ધસારો, કોરોનામાં ઉછાળો

શ્રાવણમાં ધર્મ સ્થાનો પર ભકતોનો જબરો ધસારો, કોરોનામાં ઉછાળો
શ્રાવણમાં ધર્મ સ્થાનો પર ભકતોનો જબરો ધસારો, કોરોનામાં ઉછાળો

રાજકોટમાં લાંબા સમય બાદ એકા એક એક સાથે પાંચ કેસ નોંધાયા, રાજયમાં વધુ 19 કેસો નોંધાયા: અંબાજી, દ્વારકા, સોમનાથમાં જબરો માનવ મહેરામણ, એસટીની 6300 બસ પણ તુટી પડતા ભાવીકો માટે વધારાની બસો મુકાઇ

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ ગયા વર્ષનું સાટુ વાળી લેવું હોય તેમ ભકતો મોટી સંખ્યામાં ધર્મ સ્થાનો તરફ ધસારો કરી રહયા છે. સૌરાષ્ટ્ર અને રાજયના વિખ્યાત ધર્મ સ્થાનો સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે મંદિરો પર જબરો માનવ મહેરામણ ઉમટી રહયો છે

Visit Saurashtra Kranti Homepage here

જેના પગલે રાજયમાં કોરોનાના કેસોમાં અચાનક થોડી ગતિ જોવા મળી છે જે ચિંતાનું કારણ બની રહી છે. એસટી તંત્રને પણ વધારાની બસો મુકવાની ફરજ પડી છે.

રાજયમાં ગઇકાલથી આજ સુધીમાં નવા 19 કેસો નોંધાયા હતા. સૌથી વધુ રાજકોટમાં 5 અને અમદાવાદમાં 4 કેસ નોંધાયા હતા. સુરતમાં 4, વડોદરામાં 3 અને ભાવનગર-ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયો હતો.

રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી નવા કેસો નોંધાયા ન હતા. બે-ત્રણ દિવસે એકાદ કેસ નોંધાતો હતો પણ આજે અચાનક પાંચ નવા કોરોના કેસ નોંધાતા ચિંતાનું વાતાવરણ ઉભુ થયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શિવાલયોમાં ભોળાનાથના ભાવિકોની જબરદસ્ત ભીડ ઉમટી રહી છે. રાજયભરમાં તમામ મુખ્ય શિવાલયો અને તમામ નાના મોટા મંદિરોમાં બ્રાહ્મણની આરાધના માટે જંગી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહયો છે.

તેના પગલે નિષ્ણાંતોએ કોરોના વિસફોટ થવાની ભીતી વ્યકત કરી છે. અત્યારે રાજયમાં કોરોનાના 208 એક્ટિવ કેસ છે. રીકવરી રેઇટ પણ 98.75 ટકા જેવા જળવાયો છે. તેમાં કોઇ ફેરફાર નહીં થાય તેવી આરોગ્ય નિષ્ણાંતો ભોળાનાથ પાસે પ્રાર્થના કરી રહયા છે.

Read About Weather here

તમામ ધર્મ સ્થાનો તરફ ભકતોનો પ્રચંડ ધસારો થઇ રહયો હોવાથી એસટીને પણ નવી ટ્રીપ શરૂ કરવી પડી છે. અત્યારે 75 ટકા મુસાફરી ક્ષમતા સાથે 6300 જેટલી બસો દોડાવામાં આવી રહી છે. પરંતુ ધર્મ સ્થળો પર ભાવિકોનો ધસારો શરૂ થતા એસટીની વધારાની બસો પણ મુકવી પડી છે. ધર્મ સ્થાનોની સાથેસાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ સહેલાણીઓનો એકાએક ધસારો જોવા મળી રહયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here