ધોરણ-6 થી 8નાં વર્ગો શરૂ કરવાની ગંભીરતાથી વિચારણા

ત્રીજા, પાંચમા અને આઠમા પણ બોર્ડ જેવી પરીક્ષાઓ લેવા વિચારણા
ત્રીજા, પાંચમા અને આઠમા પણ બોર્ડ જેવી પરીક્ષાઓ લેવા વિચારણા

આજે સાંજ સુધીમાં રૂપાણી સરકારનો નિર્ણય જાહેર થવાની શકયતા

ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમીકનાં વર્ગો અને કોલેજો શરૂ કરી દેવાયા બાદ હવે ધો.6 થી 8નાં વર્ગો પણ શરૂ કરવાની ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. સંભવત આજે મોડી સાંજ સુધીમાં વર્ગો શરૂ કરવાનો નિર્ણય રાજય સરકાર જાહેર કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે રાજય સરકારની હાઇપાવર કમિટીની બેઠક મળી રહી છે. તેમાં વર્ગો ખોલવા અંગે ચર્ચા વિચારણા થશે અને આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે. રાજય સરકારે સ્પષ્ટા કરી છે કે, વાલીઓની મંજુરી બાદ જ વિદ્યાર્થીઓએ વર્ગમાં હાજરી આપવાની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

એટલુ જ નહીં સામાજીક અંતર સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા કરવાની રહેશે. એ માટે શાળાઓને સેનીટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે. જો ધો.6 થી 8નાં વર્ગો શરૂ થઇ જાય તો વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રહેશે.

શાળાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. રાજયમાં કોરોનાની મહામારી બિલકુલ કાબુમાં આવી ગઇ છે. રાજયભરમાં બે આંકડાથી વધુ કેસો નોંધાય રહયા નથી એટલે વિદ્યાર્થીઓના હિત ખાતર નિર્ણય લેવાય જાય એવી સંભાવના છે.

Read About Weather here

દરમ્યાન પાઠય પુસ્તક મંડળની વધુ એક ધોર બેદરકારી સામે આવી છે. હિન્દી અને ઉર્દુ માધ્યમમાં પાઠય પુસ્તકો બબ્બે મહિનાથી હાઇસ્કૂલોને મળ્યા નથી. ઉચ્ચતર માધ્યમીકની વર્ગો શરૂ થઇ ગયા છે. પણ હિન્દી અને ઉર્દુના પાઠય પુસ્તકો પહોંચાડાયા નથી. પરીણામે 18 હજાર જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે એવી ફરીયાદો અમદાવાદ અને સુરતમાં ઉઠવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here