ગુજરાતમાં માદરે વતન યોજનામાં હવે એનઆઇઆરનો હિસ્સો વધુ

ગુજરાતમાં માદરે વતન યોજનામાં હવે એનઆઇઆરનો હિસ્સો વધુ
ગુજરાતમાં માદરે વતન યોજનામાં હવે એનઆઇઆરનો હિસ્સો વધુ

યોજનામાં ફેરફારો જાહેર કરતી રૂપાણી સરકાર, વતન પ્રેમ યોજનાનો શુભારંભ કરાયો, ગ્રામ્ય પ્રોજેકટમાં એનઆઇઆરનો હિસ્સો હવે 60 ટકા રહેશે

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની પરીયોજનાઓમાં એનઆઇઆરની સહાય લેવાની રાજય સરકારની નવી નીતિના સફળ પરીણામો જોવા મળી રહયા હોવાથી વતન પ્રેમ યોજના જેવા ખાસ ગ્રામ્ય વિકાસ પ્રોજેકટ માટે રાજય સરકારે માદરે વતન યોજનામાં ફેરફારો કર્યા છે. એનઆઇઆરનો હિસ્સો વધારવામાં આવ્યો છે.

અગાઉ વાર્ષીક બજેટમાં એનઆઇઆર અને રાજય સરકારનો ખર્ચનો હિસ્સો એક સરખો રાખવામાં આવ્યો હતો. હવે એનઆઇઆરનો ખર્ચનો હિસ્સો 60 ટકા રહેશે. ત્યારે રાજય સરકાર 40 ટકા ખર્ચ ભોગવશે.

Visit Saurashtra Kranti Homepage here

હમણા તાજેતરમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી દરમ્યાન વિકાસ દિન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની વતન પ્રેમ યોજનાની જાહેરાત કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે વતન પ્રેમ યોજનાના પ્રોર્ટલનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. વતન પ્રેમ યોજના થકી વિદેશ વસતા ગુજરાતીઓ રાજયના વિકાસમાં સીધા સહભાગી બની શકશે આ એક અભિનવ પ્રયોગ રૂપાણી સરકારે કર્યો છે.

અમીત શાહે એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિશ્ર્વભરમાં વસ્તા ગુજરાતીઓને દેશના  વિકાસમાં સહભાગી થવાની સુંદર તક પ્રદાન કરી છે. જે વિદેશવાસી ગુજરાતીઓ એમના ગામોમાં વિકાસ કરવા માંગતા એમને વિકાસ પ્રોજેકટમાં સહભાગી થવાની આનાથી વધુ સારી તક હોય શકે નહીં. તેમણે દરેક ગુજરાતીઓને વતન પ્રેમ યોજનામાં હિસ્સેદાર થવા અપિલ કરી હતી.

હવેથી માદરે વતન યોજના વતન પ્રેમ યોજના તરીકે ઓળખાશે જેના અર્તગત ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ, કમ્યુનીટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી, લાયબ્રેરી, સીસીટીવી સિસ્ટમ, ગટર અને પાઇપલાઇન યોજના, બસ સ્ટેન્ડ, સૌર ઉર્જા સંચાલિત સ્ટ્રીક લાઇટ, કુવા અને બોર રીચાર્જ યોજના તેમજ તળાવ અને સરોવરોને સુંદર બનાવવાની યોજના હાથ ધરવામાં આવશે.

Read About Weather here

આ માટે મુખ્યમંત્રીના વડપણ હેઠળ કારોબારી સમિતીની રચના કરવામાં આવશે. પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને વિકાસ મંત્રાલયની નિગરાનીમાં તમામ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. ગત 26 ફ્રેબુ્રઆરી 2020ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માદરે વતન યોજના જાહેર કરી હતી અને રાજયના વાર્ષીક બજેટમાં એ માટે રૂ.200 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here