ગુજરાતમાં અવીરત વહેતી દુધની ગંગા

ગુજરાતમાં અવીરત વહેતી દુધની ગંગા
ગુજરાતમાં અવીરત વહેતી દુધની ગંગા

કોરોના છતાં પણ દુધની પ્રાપ્તીમાં 14 ટકાનો ધીંગો વધારો, સરકારની એકધારી કૃષિ પ્રવૃતિ અને દુધ ઉત્પાદકોને સારા ભાવનું પરિણામ, ડેરી ક્ષેત્રનો દબદબો યથાવત, સંસદમાં કૃષિ મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા

ગુજરાત રાજય વધુ એક શ્ર્વેત ક્રાંતીની દિશામાં ગૌરવભેર ઝડપથી આગળ વધી રહયું છે અને ડેરી સેકટર સતત કોરોના કાળમાં પણ એકધારી પ્રગતિ કરી રહયું છે. કૃષિ ક્ષેત્રે રાજય સરકારના ટેકારૂપ પગલા અને દુધ ઉત્પાદકો તથા પશુપાલકોને સતત મળતા વ્યાજબી ભાવને કારણે ગુજરાતમાં દુધની ગંગા વહી રહી છે. કોરોના મહામારી દરમ્યાન અન્ય ક્ષેત્રો ઢીલા પડી ગયા હતા ત્યારે પણ દુધની પ્રાપ્તીમાં 14 ટકા જેવો જોરદાર ઉછાળો નોંધાયો હતો.

Subscribe Saurashtra Kranti here

કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં મુકાયેલો ડેટા દર્શાવે છે કે, દેશભરમાં સૌથી વધુ દુધની પ્રાપ્તી ગુજરાતના ડેરી સેકટરમાં થવા પામી છે. રાજયમાં 2019-20માં પ્રતિદિન 215.65 લાખ કિલોગ્રામ દુધની પ્રાપ્તી થઇ હતી તેની સામે 2020-21માં પ્રતિદિન 245.80 લાખ કિલોગ્રામ દુધની પ્રાપ્તી થઇ હતી. એકલા એપ્રીલ 2021માં જ ગુજરાતમાં પ્રતિદિન 228.6 લાખ કિલોગ્રામ દુધની પ્રાપ્તી થઇ હતી.

આ રીતે દેશમાં અવલ્લ નંબરે રહેલા ગુજરાતમાં ડેરી સેકટર સફળતાની હારમાળા સર્જી રહયું છે. દુધ પ્રાપ્તીની દ્રષ્ટિએ ગુજરાત પછીના ક્રમે કર્ણાટક, મહારાષ્ટ્ર, તામીલનાડુ અને રાજસ્થાનનો ક્રમ આવે છે.ગુજરાત સહકારી દુધ માર્કેટીંગ ફેડરેશનના એમડી આર.એસ.સોઠીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે ખાનગી ક્ષેત્ર દ્વારા ખેડૂતો પાસેથી અને પશુપાલકો પાસેથી દુધ પ્રાપ્તી બંધ કરી

Read About Weather here

દેવામાં આવી છતાં સહકારી દુધ ઉત્પાદક સંઘો દ્વારા વ્યાજબી ભાવ ચુકવીને દુધની પ્રાપ્તી અવીરત ચાલુ રાખવામાં આવી હતી. ડેરી દ્વારા ખેડૂતો અને પશુ પાલકોને પ્રતિકિલો ગ્રામ ફેટના રૂ.680થી રૂ.710 સુધીના ભાવ આપવામાં આવ્યા હતા. ખેડૂતોએ પણ વિસ્વાસ જાળવી રાખ્યો હતો. પશુ પાલકો અને ડેરીએ સહકારી ડેરીઓમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો નથી. જેના કારણે ડેરીઓ સુધી દુધનો અવીરત પ્રવાહ વહેતો રહયો છે. જેના કારણે દેશભરમાં દુધના ભાવ પણ વધ્યા નથી અને પરવળે તેવા રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here