ધો-3 થી 8ની સામાયિક કસોટી લેવાશે

ધો-3 થી 8ની સામાયિક કસોટી લેવાશે
ધો-3 થી 8ની સામાયિક કસોટી લેવાશે

જી.સી.ઈ.આર.ટી દ્વારા તારીખો જાહેર

અગાઉ ધો- 9,10 અને 12 ની નિદાન કસોટી લેવાઈ હતી. જેમાં આગળનાં ધોરણનાં અમૂક નક્કી કરેલા વિષયો પર પરીક્ષા લેવાયી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં થયેલ લર્નિંગ લોસ જાણવા આ પ્રકારની પરીક્ષા લેવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

આ બાદ જી.સી.ઈ.આર.ટી દ્વારા ધો- 3 થી 8 ની સામયિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. તા. 20 અને 21 ઓગસ્ટ દરમિયાન સામયિક કસોટીનું આયોજન કરાયું છે. ધો-3 થી 5 નાં વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ અને ગણિત તથા ધો- 6 થી 8 માં સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષય પર પરીક્ષા લેવાશે. જો કે જી.સી.આર.ટી દ્વારા સામયિક કસોટિનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં તો આવ્યો પરંતુ હજુ શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી.

ધો- 7 અને 9 ની સામાજીક વિજ્ઞાનનાં પુસ્તકો શાળાઓ સુધી પહોંચ્યા જ નથી. તો વિદ્યાર્થીઓ પરીક્ષા લઇ કઈ રીતે આપશે નાં પ્રશ્નો ઉભા થયા છે. આ સિવાય ધો- 6 નાં પુસ્તક પણ હજુ અઠવાડિયા પહેલા જ શાળાઓમાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કસોટીની હાર્ડકોપી અથવા સોફ્ટકોપી તા. 19મી ઓગસ્ટ સુધી પહોંચતી કરવાની સ્કૂલોને સુચના આપવામાં આવી છે.

Read About Weather here

તા.20મી ઓગસ્ટનાં રોજ તમામ માધ્યમની કસોટિઓ જી.સી.ઈ.આર.ટી ની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. એ પહેલા સ્કૂલોમાં મેઇલ દ્વારા પરીક્ષા પેપર મોકલી આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here