ખેરવા ગામની સીમમાં રૂ.7 લાખનો દારૂ-બિયરનો જથ્થો રેઢો મળ્યો

ખેરવા ગામની સીમમાં રૂ.7 લાખનો દારૂ-બિયરનો જથ્થો રેઢો મળ્યો
ખેરવા ગામની સીમમાં રૂ.7 લાખનો દારૂ-બિયરનો જથ્થો રેઢો મળ્યો

એરપોર્ટ પોલીસે રેડ કરી દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી ખેરવાના વાડી માલિકની શોધખોળ આદરી

રાજકોટના ખેરવા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં રૂ.7 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો રેઢો મળી આવતા એરપોર્ટ પોલીસે વાડી માલિક સામે ગુનો નોંધી રૂ.7 લાખનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રાજકોટ તાલુકાનાં ખેરવા ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો બુટલેગરે ઉતારીયો હોવાની હકીકત મળતા એરપોર્ટ પોલીસમંથકનાં પી.આઈ જી.એમ.હડીયાની સુચનાથી પી.એસ.આઈ વી.સી.પરમાર, એ.એસ.આઈ જીતેન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ, અશોકભાઈ દિવ્યરાજસિંહ, મહાવીરસિંહ, કનુભાઈ, યુવરાજસિંહ, નરેશભાઈ સહિતનાં સ્ટાફે ખેરવા ગામની સીમમાં વણઝારા ગામ તરફનાં રસ્તે હનુમાન મંદિરની બાજુનાં ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડતા વિદેશીદારૂની અલગ-અલગ બ્રાંડની દારૂ સાથે બિયરનાં ટીન મળી કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ખેતરનાં માલિક અને ખેરવા ગામે રહેતો અનિરુધ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ગંભીરસિંહ ઝાલા સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી રૂ.7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Read About Weather here

તીરૂપતિ હાઈટ્સમાં રૂ. 3 લાખનાં દારૂ સાથે બુટલેગરની ધરપકડ

જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ગામ પાછળ તીરૂપતિ હાઈટ્સ નામના બિલ્ડીંગનાં પાર્કમાં દારૂનો જથ્થો બુટલેગરે ઉતારીયો  હોવાની બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચનાં કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા, શક્તિસિંહ ગોહિલ તથા સ્નેહભાઈ ભાદરકા સહિતનાં સ્ટાફે ઉપરોક્ત સ્થળે તીરૂપતિ હાઈટ્સમાં દરોડો પાડતા આઠમાં માળે રહેતો હાર્દિક મુકેશ ચૌહાણ (ઉ.વ.૩૦) નામના શખ્સને દબોચી લઇ તલાસી લેતા એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં છૂપાયેલા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનો રૂ. 3 લાખનો દારૂ કબ્જે કરી શખ્સની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતા દારૂ સાથે ઝડપાયેલો હાર્દિક ચૌહાણ અગાઉ એક વર્ષ પહેલા વાપીમાં રૂ. ૫.૫૧ લાખના દારૂનાં મુદ્દામાલ સાથે અગાઉ પકડાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here