શહેરમાં 158 કે 155 બગીચા છે?

શહેરમાં 158 કે 155 બગીચા છે?
શહેરમાં 158 કે 155 બગીચા છે?

ગાર્ડન શાખાની માહિતીમાં 155 બગીચા, જનરલ બોર્ડમાં કોર્પોરેટર મનીષ રાડીયાએ પુછેલા પ્રશ્ર્નોનાં જવાબમાં 158 બગીચા સાચું શું??

ગત શનિવારે મળેલ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ સભ્ય અને કોર્પોરેટર મનીષ રાડીયાએ શહેરમાં કુલ કેટલા બગીચા આવેલા છે? તમામ બાગ-બગીચામાં સીસીટીવી કેમેરા છે કે કેમ? સહિતનાં પ્રશ્ર્નો પૂછ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

પુછેલા પ્રશ્ર્નોનાં જવાબમાં તંત્ર દ્વારા માહિતી આપી હતી કે, શહેરનાં 18 વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં 158 બગીચાઓ છે. ગત શનિવારે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળનારું હતું.

તેના આગલા દિવસે શુક્રવારે શહેરમાં કુલ કેટલા બગીચા આવેલા છે તે અંગેની માહિતી ગાર્ડન શાખાના અધિકારી પાસેથી માંગવામાં આવતા તેઓએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ 155 બગીચા આવેલા છે. તેવું જણાવ્યું હતું.

બગીચા સહિતનાં પુછેલા જવાબમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ 158 બગીચાઓ આવેલ તેમ મનપા તંત્ર દ્વારા જણાવાયું હોવાનું ખૂદ કોર્પોરેટર મનીષ રાડીયાએ માહિતી આપી હતી.

મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડનાં આગલા દિવસે શુક્રવારે ગાર્ડન શાખાનાં અધિકારીએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ 155 બગીચાઓ છે. શનિવારે મળેલ જનરલ બોર્ડમાં બગીચા સહિતનાં પ્રશ્નોનાં જવાબમાં શહેરમાં 158 બગીચાઓ છે તો ગાર્ડન શાખાનાં અધિકારીએ આપેલી માહિતી સાચી કે જનરલ બોર્ડમાં કોર્પોરેટર મનીષ રાડીયાએ પુછેલા જવાબમાં આપેલી માહિતી સાચી?

Read About Weather here

શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ 158 કે 155 બગીચાઓ છે? શહેરમાં કુલકેટલા બગીચા છે તે અંગે ગાર્ડન શાખાનાં અધિકારી દ્વારા માહિતી જાહેર કરે તો શહેરીજનોને ખ્યાલ આવે કે, 155 કે 158 બગીચા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here