બજારોમાં હકડે ઠઠ્ઠ ભીડની રાજકોટવાસીઓની બાળહઠ કોરોનાની ત્રીજી લહેર લાવશે?

બજારોમાં હકડે ઠઠ્ઠ ભીડની રાજકોટવાસીઓની બાળહઠ કોરોનાની ત્રીજી લહેર લાવશે?
બજારોમાં હકડે ઠઠ્ઠ ભીડની રાજકોટવાસીઓની બાળહઠ કોરોનાની ત્રીજી લહેર લાવશે?

શહેરભરમાં ચર્ચા જગાવતા ડરામણા દ્રશ્યો, મોટા ભાગના લોકો માસ્ક વગર

રાજકોટ : રાજકોટ શહેરનો કોરોનાએ પીછો મુકી દીધો છે અને શહેરના સીમાડાઓ પાર કરી ગયો છે પણ રાજકોટવાસીઓને કોરોનાને પાછો બોલાવી જ લેવો છે.

Subscribe Saurashtra Kranti here

નહીંતર શહેરની બજારો આવા દ્રશ્યો જોવા ન મળતા હોય બજારો, માર્ગો, દુકાનો પર હકડે ઠઠ્ઠ તુટી પડવાની અને ચારેય તરફ ભીડ ભેગી કરવાની રાજકોટવાસીઓની આ બાળ હઠ શહેર માટે ખતરાની ઘંટડી સમાન બની રહી છે.

અમારા તસ્વીરકારે તેના કેમેરામાં આજે જ ખેંચેલી આ તસ્વીરો રાજકોટવાસીઓની લાપરવાહી, બેદરકારી અને આવનારા ભય પ્રતિ જાગૃતિના અભાવનો ચોકાવનારો તસ્વીરી પુરાવો પુરો પાડે છે.

બહેનોએ તો કયાંય માસ્ક પહેર્યા નથી. ભીડમાં દેખાતા યુવાનો અને આધેડો અને વૃધ્ધો સુધ્ધા માસ્ક પહેરયા વિના આરામથી ટહેલતા દેખાયા છે. કોરોના રાજકોટની ધરતી પરથી જવા માંગે પણ રાજકોટીયન ધરાહર પાછો બોલાવી રહયા છે.

જો આપણા શહેરીજનો માસ્ક અને દુરીના મહત્વને નહીં સમજે તો કોરોનાની ત્રીજી લહેર શહેર પર ચઢી આવતા કોઇ અટકાવી નહીં શકે. શું આ મંત્ર રાજકોટીયન ગણીને ગાંઠે બાંધવા તૈયાર છે ખરા?

Read About Weather here

જો તૈયાર ન હોય તો ત્રીજી લહેરનો સામનો કરવા માટે સાબદા બની જાય જે પરીણામ આવે તેની જવાબદારી આ ભીડ સોખીનોની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here