અમેરિકામાં કમલા હેરિસને માં દૃુર્ગા બતાવતી તસ્વીર વાયરલ, ભારતીયો નારાજ લાલઘુમ

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદૃની ઉમેદવાર કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ તરફથી ટ્વિટર પર મુકવામાં આવેલી એક તસવીરે સનસનાટી મચાવી છે. આ ફોટાના કારણે અમેરિકામાં વસતા હિંદુ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. તસવીરમાં ટ્રમ્પને પણ અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. મીના હેરિસે ફોટામાં કમલા હેરિસને માં દુર્ગાના અવતારમાં દેખાડ્યા છે. ભારતીય સમુદાયે મીનાને માફી માંગવા કહૃાું છે. મીના વ્યવસાયે વકીલ અને બાળકોના લેખીકા છે. આ મામલે વિવાદ થતા ૩૫ વર્ષિય મીનાએ આ ફોટા ટ્વિટર પરથી હટાવી દીધા છે. અમેરિકામાં ચૂંટણીની મૌસમ બરાબરની જામી છે. ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને તેમના પ્રતિસ્પર્દૃી જો બીડેન સહિતના ટોચના નેતાઓ અમેરિકામાં વસતા ભારતીયોને પોતાના તરફ કરવા અવનવા નુસખા અજમાવી રહૃાાં છે ત્યારે જ ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ભારતીય મૂળના મહિલા કલમા હેરિસ તેમની ભત્રીજીના કારણે વિવાદમાં સપડાયા છે.

કલમા હેરિસની ભત્રીજી મીના હેરિસે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. હિંદુઅમેરિકન ફાઉંડેશનના સુહાગ એ શુક્લાએ એક ટવિટ કર્યું હતું કે, તમે માં દૃુર્ગાની જે તસવીર શેર કરી છે તેમાં માં દુર્ગાના ચહેરા પર કમલા હેરિસનો ફોટો લગાવવામાં આવ્યો છે. આ ઘટનાથી દુનિયાભરના હિંદુઓ વ્યથિત છે. હિંદુ અમેરિકી સમુદાયના આ પ્રતિનિધિ સંગઠને ધર્મ સાથે સંબંધિત તસવીરોનો કોમર્શિયલ ઉપયોગને લઈને દિશા નિર્દૃેશ જાહેર કર્યા છે. હિંદુ અમેરિકન પોલિટીકલ એક્શન કમિટીના ઋષિ ભૂતડાએ કહૃાું હતું કે, અપમાનજનક તસવીર મીના હેરિસે નથી બનાવી અને તેમને આ તસવીર ટ્વિટ કરી તે પહેલા આ તસવીર વોટ્સઅપ પર ફરી રહી હતી. ભૂતડાએ કહૃાું હતું કે, જો બાઈડનના અભિયાને એ વાતની પુષ્ટિ કરી છે કે, આ તસવીર મીના તરફથી બનાવવામાં નહોતી આવી. અમેરિકન હિંદુઝ અગેંસ્ટ ડિફેમેશનના અજય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, આ તસવીર અપમાનજનક છે અને તેનાથી ધાર્મિક સમુદાયમાં નારાજગી ફેલાઈ છે.

આ તસવીરમાં કલમા હેરિસને માં દુર્ગાના અવતારમાં દેખાડવામાં આવ્યા છે, જે મહિષાસુર રૂપે રજુ કરવામાં આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો સંહાર કરે છે. ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસને ભારતીય અને આફ્રિકી મૂળના માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, બાઈડને આ બંને સમુદાયના લોકોને પોતાની સાથે રાખવા માટે કમલા હેરિસને મેદાને ઉતાર્યા છે.