સૌરાષ્ટ્રમાં મેહુલીયાની જમાવટ : સાર્વત્રીક અડધાથી ત્રણ ઇંચ વર્ષા

સૌરાષ્ટ્રમાં મેહુલીયાની જમાવટ : સાર્વત્રીક અડધાથી ત્રણ ઇંચ વર્ષા
સૌરાષ્ટ્રમાં મેહુલીયાની જમાવટ : સાર્વત્રીક અડધાથી ત્રણ ઇંચ વર્ષા

અરબી સમુદ્રમાં લોપ્રેસર સર્જાતા જામનગર, દ્વારકા, વેરાવળ, પોરબંદર, જાફરાબાદ બંદરો પર 3 નંબરનું સીંગનલ : ગુજરાતભરમાં અષાઢી બીજનું મુર્હત સાચવતા મેઘરાજા, આજે સવારથી ઠેરઠેર કયાંક ધીમી ધારે તો કયાંક જોરદાર વરસાદ

માછીમારોને દરીયામાં ન જવા સત્તાવાળાઓની તાકિદ, કચ્છમાં મુદ્રા અને આસપાસ ભારે વરસાદનો પ્રારંભ : સીંચાઇના ડેમોમાં નવી આવક શરૂ થઇ જતા હાશકારો અનુભવતા ખેડૂતો

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસથી મધ્યમથી ભારે વરસાદ યથાવત હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

Subscribe Saurashtra Kranti here

મેઘરાજાએ અષાઢી બીજનું પણ મુર્હત સાચવી લઇ સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી એકધારૂ વ્હાલ વર્ષાવવાનું ચાલુ રાખ્યું હતું. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રીક 1 થી3 ઇંચ જેવો વરસાદ પડી ગયાનું નોંધાયું છે. હજુ પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. મેઘરાજાએ જમાવટ કરતા સિંચાઇના અનેક ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મોલાત માટે કાચા સોના જેવો વરસાદ પડી રહયો હોવાથી ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી વળી છે. આજે સવારથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો જૂનાગઢ, કેસોદ, ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારોમાં ધીમીધારે તો કયાંક જોરદાર વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે.

અરબી સમુદ્રમાં લોપ્રેસર સર્જાઇ રહયું છે. જેના પગલે જામનગર, દ્વારકા, વેરાવળ, પોરબંદર અને જાફરાબાદ બંદરો પર 3 નંબરનું સીંગનલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરીયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુર્હત સાચવ્યું હતું. રાજકોટમાં અડધા ઇંચ વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં દ્વારકા અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. આજે પણ માંગરોડમાં અઢી ઇંચ, વીસાવદરમાં બે ઇંચ, માડીયાહાટીનામાં એક ઇંચ, જૂનાગઢ અને મેદંડામાં અડધો ઇંચ, કોડીનારમાં એક ઇંચ, વેરાવળમાં પોણા બે ઇંચ, સુત્રાપાડામાં સવા બે ઇંચ, ખાંભામાં દોઢ ઇંચ, ધારી અને વિજપડીમાં એક-એક ઇંચ તથા લાઠી, લીલીયા, બાબરા, વડિયા, સાવરકુંડલા અને બગસરામાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયાનું નોંધાયું હતું. લાલપુરમાં સૌથી વધુ ત્રણ ઇંચ અને કુતીયાણામાં પોણાત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો.

Read About Weather here

સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વર્ષી રહયો હોવાથી સીંચાઇનો પ્રશ્ર્ન હલ થયો છે. રાજકોટ જિલ્લાના અનેક સીંચાઇ ડેમોમાં પાણીની ભાર આવક થઇ રહી છે. સીંચાઇના વેરી ડેમમાં હાલ 40 ટકા પાણી છે જયારે ફોફળ ડેમમાં 12.95 ટકા, વાછપરીમાં 8.92 ટકા, ન્યારી-2 ડેમમાં 23.97 ટકા, ફાડદંગ બેટી ડેમમાં 63.65 ટકા, ખોડાપીપરમાં 16.60 ટકા, લાલપરીમાં 39.99 ટકા અને કણુકી સીંચાઇ ડેમમાં 27.2 ટકા જળરાશી ભરાયેલી છે. સમયસરના વરસાદને કપાસ અને મગફળીનું વાવેતર બચી ગયું છે. એ જ રીતે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને કચ્છમાં પણ સતત મેઘમેહરને કારણે પાક પાણીનું ચિત્ર સુધરી ગયું છે. રાજયના 184 તાલુકાઓમાં બે દિવસમાં મોસમનો 17 ટકાથી વધુ વરસાદ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here