ફરીવાર સાવજની સુરક્ષા પર સવાલ, મીતીયાળામાં સિંહનું મોત

ફરીવાર સાવજની સુરક્ષા પર સવાલ, મીતીયાળામાં સિંહનું મોત
ફરીવાર સાવજની સુરક્ષા પર સવાલ, મીતીયાળામાં સિંહનું મોત

બે નખ ગાયબ જણાતા શિકારની શંકા : વનવિભાગની દોડધામ

એશિયાના અને ભારતના ગૌરવ સમાન સાવજના એકમાત્ર નિવાસ સ્થાન ગીર અભ્યારણ્ય અને રેવન્યુ વિસ્તારમાં ફરી એક વખત સાવજોની સુરક્ષા વચ્ચે ગંભીર સવાલો ઉભા થઇ જવા પામ્યા છે. ગીરની મીતીયાળા રેન્જમાં એક ગામ પાસેથી એક સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું પરિક્ષણ કરતા સિંહના બે નખ ગાયબ જણાયા હતા. પરિણામે વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. કોઇ શિકારી ટોળકીનું કૃત્ય છે કે કેમ? યા અપ મૃત્યુ બિમારીથી થયું છે કે કેમ? એ અંગે હજુ સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર સ્પષ્ટા કરવામાં આવી નથી.

Subscribe Saurashtra Kranti here

જાણવા મળ્યા મુજબ મીતીયાળા રેન્જના રેવન્યુ વિસ્તારમાં આવેલા હાદસંગ ગામ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિક્ષણ માટે લઇ જવાયા બાદ સિંહના બે નખ ગાયબ દેખાયા હતા આથી શિકારી ટોળકીનું કૃત્ય હોવાની શંકાને આધારે વન વિભાગે ચારે તરફ તપાસ હાથ ધરી છે. આખો સ્ટાફ રેવન્યુ વિસ્તાર ખુંદી રહયો છે. સિંહના અપમૃત્યુની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે.

Read About Weather here

ગીર જંગલમાં શિકારી ટોળકીઓ પણ કયારે કયારે ઝળકી જતી હોય છે. સિંહનું પોસ્ટમોર્ડમ થયા બાદ મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે. ત્યાં સુધીમાં વન ખાતુ ચારેય તરફ શોધખોળ ચલાવી રહયું છે અને કોઇ પગેરૂ મળે તો સત્તાવાર સ્પષ્ટા કરવામાં આવશે તેમ મીતીયાળા રેન્જના વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. અત્યારે વન વિભાગ દ્વારા ઉંડી તપાસ ચલાવવામાં આવી રહી છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગીરમાં સાવજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે એ આશા સ્પષ્દ બિના છે પરંતુ સાવજોની સુરક્ષા અંગે વન વિભાગે હજુ વધુ સઘન અને કડક પગલા લેવાની જરૂર ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here