ચંપલનો ધંધાર્થી દારૂની 18 બોટલ સાથે પકડાયો

ગોપાલ ચોકમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર શખ્સનો હુમલો
ગોપાલ ચોકમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર શખ્સનો હુમલો
શહેરનાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શીવ એન્ટર પ્રાઈઝમાં ચંપલની આડમાં દારૂ વેચાણ કરનાર કાનજી અરશી પામક (ઉ.વ.૨૫ રહે. ન્યુ સ્વાતી સોસાયટી) ની ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચનાં એ.એસ.આઈ જયેશ નિમાવતે રૂ. 1000 ની રોકડ તથા દારૂની 18 બોટલ કબ્જે કરી ગુનો નોંધી સટલા પરની શોધખોળ હાથ ધરી છે.

ન્યુ સ્વાતી પાર્કમાં પંજાબી પરિણીતાને સાસરિયાનો ત્રાસ

શહેરનાં ગોંડલ રોડ ન્યુ સ્વાતી પાર્ક શેરી.૧ માં રહેતા જીનલ મનજીતસીંઘ ઢીંઢાસા (ઉ.વ.25) નામની પંજાબી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેને લગ્ન જીવન દરમિયાન શારીરિક-માનસિક ત્રાસ આપનાર પતિ મનજીત બલરામસીંઘ, સાસુ પર્મીન્દરકૌર ઢીંઢાસા (રહે. ન્યુ કરતાર કોલોની, પંજાબ) સામે ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઈ વનિતાબેને વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

મનહરપૂરમાં હાથ અડી જતા યુવક પર 2 શખ્સોનો જીવલેણ હુમલો

શહેરનાં મનહરપુર-૧ માં મફતિયાપરામાં રહેતા મજુરીકામ કરતા કૈલાશ મોહનલાલ તનવર (ઉ.વ.27) એ સાંજે ફારૂકભાઈની ઈંડાની લારીએ ઈંડા લેવા જતો હતો. ત્યારે ભૂલથી આરોપી સાગર પનુંને હાથ અડી જતા બોલાચાલી થઇ હતી. જે બાબતનો ખાર રાખી સાગર પનુ તથા સુનીલ જોગાવતે ગાળાગાળી કર્યા બાદ લોખંડનાં સળીયા વડે હુમલો કરી મેઘવંશી યુવકનાં માથાનાં ભાગે ગંભીર ઈજા કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ સાજીદ પેરાણીએ મારામારી અંગે ગુનો નોંધ્યો છે.

સુખરામનગરમાં ફરિયાદ કર્યાનો ખાર રાખી યુવક પર હુમલો

શહેરનાં સુખરામનગર શેરી.3 માં રહેતા નીતિન નારણ કવલ (ઉ.વ.41) પર વિસ્તારનાં જ દેવસુર ઉર્ફે લાખાભાઈ લોબાએ તલવાર વડે હુમલો કર્યો હતો. ગઢવી યુવાન બચીને ડેલીમાં ઘુસી જતા શખ્સે બેફામ ગાળો ભાડી ડેલીમાં નુકશાન કરી ખૂનની ધમકી આપી હતી. અગાઉ તા.7 નાં રોજ નીતિન કવલને તેના જ વિસ્તારનાં દેવસુર ઉર્ફે દેવાએ છરી ઝીંકી હતી. જેની ફરિયાદ કર્યાનો ખર રાખી શખ્સે ફરી હુમલો કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજીડેમ બગીચામાં બાઈક ઠોકર મારતા બાળકને ઈજા

શહેરનાં આજીડેમ બગીચાની અંદર યુવરાજનગરમાં રહેતા અજય સવજી મકવાણા (ઉ.વ.24) નાં ભત્રીજા ભાવેશ (ઉ.વ.5) ને પાછળથી ઠોકર મારીને હોન્ડા સાઈન જીજે-૦૩ કે.કયું-૪૭૭૫ નાં ચાલકે હાથ પગે ઈજા કર્યાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એ.એસ.આઈ વી.બી.સુખાનદીએ વધુ તપાસ હાથ ધરી છે.

રવિવારની બજાર પાસે રાહદારીને કારે હડફેટે લેતા ગંભીર ઈજા

શહેરનાં આજીડેમ ચોકડી પાસે રવિવારની બજાર નજીક પગપાળા ચાલીને જતા રમેશ ઉકાભાઈ મકવાણા (ઉ.વ.35 રહે. શ્યામકિરણ સોસાયટી, કોઠારીયા) ને પાછળથી ઠોકર મારી હાથે-પગે ઈજા કરી નાસી છૂટનાર જીજે-૦૩ એલ.બી-૭૫૬૦ નંબરનાં ચાલક સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

ખોટી ફેન્સી નંબર પ્લેટ લગાડી બાઈક ચલાવતો શખ્સ ઝડપાયો

આજીડેમ ચોકડી પાસે આજીડેમ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ એમ.એમ.ઝાલાનાં વહન ચેકિંગ દરમિયાન મોટર સાયકલમાં જીજે-૧૪ એ.આર-7180 નંબર હોવા છતાં જીજે-આર-15-8685 નંબરની ફેન્સી નંબર પ્લેટ લગાવી નિકળેલા પરેશ ભુપત મકવાણા (ઉ.વ.20 રહે. સોમનાથ માર્કેટ, સરધાર) ને ઝડપી લઇ પોલીસે રૂ. 25000 ની કિંમતનું બાઈક કબ્જે કર્યું છે. લાયસન્સ ન હોવા છતાં બાઈક ચલાવી, ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.

સત્યમપાર્કમાં ટાવેરા-એકટીવા વચ્ચે અકસ્માત: મહિલાને ઈજા

શહેરનાં સત્યમ પાર્ક શેરી.3 પાસે એકટીવા લઈને જતા જાગૃતિબેન સોમાભાઈ સોંદરવા (ઉ.વ.૩૫ રહે. સત્યમપાર્ક) ને ટાવેરા ગાડીનાં ચાલક નરેન્દ્ર વાળાએ ઠોકર મારી  મહિલાને પછાડી દઈ જમના હાથની કોણીમાં ઈજા કર્યાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એ.એસ આર.જે.એરી ગોવાણીએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

હુડકો ક્વાર્ટરમાં જુગાર રમતા છ શંકુની ઝડપાયા

શહેરનાં માર્કેટિંગ યાર્ડ પાછળ હુડકો ક્વાર્ટરમાં મનસુખ સિતાપરા મકાનમાં જુગાર ખેલાઈ રહ્યો હોવાજની બાતમીનાં આધારે બી.ડીવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક મનસુખ પાંચા સિતાપરા, હર્ષદ મનસુખ સિતાપરા, વિશાલ નવઘણ બરોઘણા, હિતેષ મુકેશ રાઠોડ, યોગેશ પરમારની ધરપકડ કરી પી.એસ.આઈ બી.બી. કોડીયાતરે રૂ. 7560 ની રોકડ કબ્જે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here