મધ્યપ્રદેશના ગર્વનર તરીકે મંગુભાઇ પટેલ : વજુભાઇની જગ્યાએ ગેહલોત

મધ્યપ્રદેશના ગર્વનર તરીકે મંગુભાઇ પટેલ : વજુભાઇની જગ્યાએ ગેહલોત
મધ્યપ્રદેશના ગર્વનર તરીકે મંગુભાઇ પટેલ : વજુભાઇની જગ્યાએ ગેહલોત

સાત વર્ષના કાર્યકાળ બાદ ગર્વનર પદેથી નિવૃત થતા વાળા : યુપીના ગર્વનર તરીકે આનંદીબેન યથાવત : મધ્યપ્રદેશના ચાર્જમાંથી મુકત

કર્ણાટકના રાજયપાલ તરીકે એકધારી 7 વર્ષ સુધી સેવા આપ્યા બાદ વજુભાઇ વાળાનો કાર્યકાળ પુરો થતા આજે તેઓ ગર્વનર પદેથી નિવૃત થયા હતા. એમના સ્થાને કર્ણાટકના નવા રાજયપાલ તરીકે થાવરચંદ ગેહલોતની નિમણુંક કરવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આજે સંખ્યાબંધ રાજયમાં નવા રાજયપાલોની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશ જેવા મહત્વના રાજયના ગર્વનર તરીકે મુકવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલને આ રીતે હવે મધ્યપ્રદેશના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે. એમને યુપીના ગર્વનર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

બંગારૂ દત્તાત્રેયને હરીયાણાના ગર્વનર તરીકે નિમણુંક અપાઇ છે. જયારે રમેશ બેન્સને જારખંડના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. સત્યદેવ નારાયણને ત્રીપુરાના રાજયપાલ તરીકે નિયુકતી અપાઇ છે.

રાજેન્દ્ર વિશ્વનાથનને હિમાચલ પ્રદેશના ગર્વનર બનાવવામાં આવ્યા છે. જયારે પી.એસ. શ્રીધરન પીલાઇને ગોવાના ગર્વનર તરીકે મુકવામાં આવ્યા છે. હરીબાબુને મીજોરમના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના એક સમયના નાણામંત્રી અને ભાજપના વરીષ્ઠ અગ્રણી વજુભાઇ વાળાને 2014માં કર્ણાટકના રાજયપાલ બનાવવામાં આવ્યા હતા. તેમણે 7 વર્ષ સુધી કર્ણાટકના રાજયપાલ તરીકે ફરજ બજાવી હતી.

Read About Weather here

આજે એમનો કાર્યકાળ પુરો થયો હતો અને એમના સ્થાને થાવરચંદ ગેહલોતને ગર્વનર બનાવવામાં આવ્યા હતા. વજુભાઇને હવે શું ભુમિકા સોંપવામાં આવે છે એ અંગે અનેક પ્રકારની રાજકીય અટકળો અને અનુમાનો શરૂ થઇ ગયા છે. આવતીકાલે કેન્દ્રીય કેબીનેટની વિસ્તરણ થઇ રહયું છે ત્યારે સંભવિત અનેક નામોની ચર્ચા દિલ્હી સરકારી સત્તાવાર લોબીમાં થઇ રહી છે.