સુરતના વિખ્યાત કાપડ ઉદ્યોગના લીરેલીરા કાઢતો કોરોના

સુરતના વિખ્યાત કાપડ ઉદ્યોગના લીરેલીરા કાઢતો કોરોના
સુરતના વિખ્યાત કાપડ ઉદ્યોગના લીરેલીરા કાઢતો કોરોના

ત્રણ-ત્રણ પાળીમાં કામ ચાલતુ હતું તેના બદલે એક જ પાળી, હજારો મજુરોને નિયમીત રોજી મેળવવાના પણ ફાફા

કોરોના મહામારીની બીજી લહેર સુરત જેવા મહાનગરો માટે સૌથી વધુ ધાતક અને વિનાસ કારી રહી છે. જાનમાલની હાની પુષ્કળ પ્રમાણમાં થઇ છે અત્યારે બીજી લહેર અંત તરફ જઇ રહી છે છતાં કોરોનાએ સુરતના વિશ્ર્વ વિખ્યાત કાપડ ઉદ્યોગના લીરેલીરા કાઢી નાખ્યા છે.

સુરતમાં કાપડ ઉદ્યોગ હજારો સ્થાનિક અને પરપ્રાંતિ મજુરોને રોજી રોટી આપતો ઉદ્યોગ છે. પરંતુ કોરોનાના ઉપરા ઉપર બે વેવ બાદ કાપડ ઉદ્યોગ પર મંદિના ઓળા ઉતરી આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

સુરતના દેશ અને વિદેશમાં જાણીતા ટેકસટાઇલ ઉદ્યોગમાં એક સમયે ત્રણ-ત્રણ પાળીમાં કામ ચાલતું હતું પરંતુ હવે એક પાળીમાં માંડ માંડ કામ થાય છે. કામરેજના વણાટ કામ યુનિટમાં કામ કરતા હરીશ પટેલ જેવા ખુશનસીબ ધણા ઓછા છે.

Read About Weather here

લોકડાઉન દરમ્યાન હોળી અને અન્ય પર્વ મનાવવા વતન ચાલ્યા ગયેલા અનેક કામદારો પરત આવી શકયા નથી. હરીશ પટેલના માલીક સુરેશ સેખલીયા જણાવે છે કે, કામદારો આવે તો પણ એમને આપવા માટે પુરતુ કામ અમારી પાસે નથી. અત્યારે એક જ સીફમાં કામ ચાલી રહયું છે. અગાઉ ત્રણ-ત્રણ સીફટ ચાલતી હતી. પરંતુ કોરોનાએ કાપડ ઉદ્યોગને ભાંગી નાખ્યો છે. જેના કારણે એક સીફટમાં પણ માંડ માંડ કામ થાય છે.