રૂ.53 લાખ પડાવનાર મુંબઈના મુન્નાભાઈ ડે.ડીન એન પાર્ટનરની ધરપકડ

રૂ.53 લાખ પડાવનાર મુંબઈના મુન્નાભાઈ ડે.ડીન એન પાર્ટનરની ધરપકડ
રૂ.53 લાખ પડાવનાર મુંબઈના મુન્નાભાઈ ડે.ડીન એન પાર્ટનરની ધરપકડ

ભરૂચના યુવાને MBBS  પછી પોસ્ટ ગ્રેજ્યુએટના એડમિશનના  નામે

દેશભરમાં ટોળકીએ મેડિકલમાં પ્રવેશના નામે લાખોની ઠગાઈ કર્યાના 8 થી 10 ગુના નોંધાયેલા

ભરૂચના MBBS થયેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ (MS કે MD) માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશનના નામે મુન્નાભાઈઓની ટોળકીએ મામુ બનાવી ₹43 લાખ પડાવી લીધા હોવાની ઘટના ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડે. ડીન સહિત તેના પન્ટરની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને ખઇઇજનો અભ્યાસ પુર્ણ કર્યાં બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાનમાં ગત વર્ષ જૂલાઇ મહિનામાં એક શખ્સ તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રિતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી.

આદમભાઈ ને જણાવ્યું હતું કે, તેમના પુત્ર મોહસીનનું મુંબઇ મહા નગરપાલિકામાં સાયન હોસ્પિટડ ઇન સર્વિસ કોટામાં એડમિશન કરાવી આપી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે. તેમ વાતોમાં ભોળવતાં તેઓ પરિવાર સાથે મુંબઇ ગયાં હતાં. જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી.

પહેલાં ₹60 લાખમાં અને બાદમાં ₹43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું. જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગડિયામાંથી તેમજ છઝૠજ થી તમામ રૂપિયા ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં ડપ્યુટી ડીન તરીકે મળેલાં રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યાં હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઇ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું.

Read About Weather here

જેના પગલે આદમભાઈ એ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાખોની ઠગાઈ કરાયાના 8 થી 10 ગુના નોંધાયેલા છે. ગેંગના કેટલાક સભ્યો વોન્ટેડ છે તો કેટલાક હાલ જેલમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here