ભીડ જોઇને સીપીએ પૂછ્યું શું થયું છે? TRB જવાનનો જવાબ: તમે કોણ?

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

શહેર પોલીસ કમિશનરે ખાનગી વાહનમાં કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું


રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ડીસીપી ઝોન-2 સાદા વાહનમાં ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની જાત જાણકારી માટે નિકળ્યા હતા. તેઓ સાદા વાહન હોવાથી પોલીસ સ્ટાફ સહિત TRB અને GRD તેમને ઓળખવામાં થાપ ખાઈ ગયા હોવાનું જાણવા મળે છે. ફરજ બેદરકારી સબબ પી.કમિશનરે છ TRB જવાનોને સસ્પેન્ડ કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

તે પૈકી માલવિયાનગર પો.મથકનો TRB જવાન ગૌતમ ખાણીયા ભારે ચર્ચામાં આવ્યાનું અમારા સંપર્ક સુત્રોમાંથી જાણવા મળે છે. રાજકોટ શહેરની ભીડ કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે પો.કમિશનર મનોજ અગ્રવાલ અને ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજા સાદા વાહનમાં એક સાથે નિકળ્યા હતા. દરમિયાન માલવિયાનગર પોલીસ સ્ટેશન હેઠળનાં કોઈ વિસ્તાર PCR વાન ઉભેલી જોઈ અને સાથે લોકોની ભીડ પણ જોતા ડીસીપી એ પોતાની ખાનગી કાર ઉભી રાખી TRB જવાનને પૂછ્યું કે અહીં ભીડ કેમ છે?

Read About Weather here

તો આ TRB નાં જવાન ગૌતમ ખાણીયાએ વળતો પ્રશ્ર્ન કર્યો હતો કે તમે કોણ? ડીસીપી એ સમગ્ર મામલે માલવિયાનગરનાં પી.આઈ સહિતની અધિકારીઓને બોલાવીને ખખડાવી નાખ્યા હતા. ભીડ અંગે આખો માલવિયાનગર પોલીસ સ્ટે.નાં પી.આઈ નો સંપર્ક કરતા તેઓએ આવો કોઈ બનાવ બન્યાનો ઇનકાર કર્યો હતો.ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માલવિયાનગર પોલીસ મંથક હેઠળ આવી ભીડ હતી અને બનાવ હતો એ વાત ખરી પરંતુ ત્યાં TRB જવાન સાથે અન્ય પોલીસ જવાનો પણ હાજર હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here