ઉદીતજી હવે નિયમોનું પાલન કોણ કરશે કે કરાવશે ??

ઉદીતજી હવે નિયમોનું પાલન કોણ કરશે કે કરાવશે ??
ઉદીતજી હવે નિયમોનું પાલન કોણ કરશે કે કરાવશે ??

થોડા મહિના પહેલા મનપાનાં અધિકારીઓને દર શુક્રવારે સાયકલ લઈને ઓફિસે આવવા અપીલ કરી હતી


નિયમો નવા કમિશનર આવતા જૂના કમિશનરની અપીલો ભૂલાઈ


દર શુક્રવારે પૂર્વ કમિશનર સાઇકલ લઇને આવતા હતા


સાહેબ (ઉદિતજી) જતા રહયા હવે અધિકારીઓ ગાડીમાં જ આવેને…

મહાનગરપાલિકામાં ઉદીત અગ્રવાલ મ્યુ.કમિશનરે એક આદેશ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓએ અને કર્મચારીઓએ દર શુક્રવારે સાઇકલ ઉપર ઓફિસે આવવાનું રહેશે. જેનાથી પેટ્રોલ, ડીઝલની તો બચત થશે અને શારીરિક તંદુરસ્તી પણ વધશે. ઉપરાંત સાયકલીંગ પ્રત્યે લોકો વધુને વધુ જાગૃત થાય તે સાથે સુવિધા અને જગ્યા પણ મળે એ હેતુથી પૂર્વ મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ પોતે આ નિયમો અમલ કરશે અને સાયકલ પર જ ઓફિસે આવશે.

Subscribe Saurashtra Kranti here

મનપાનાં અધિકારીઓએકર્મચારીઓને નિયમો પાડવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો પણ તાજેતરમાં ઉદીત અગ્રવાલની બદલી થઇ છે. નવા કમિશનર અમિત અરોરાએ ચાર્જ પણ સંભાળી લીધો છે અને આજે શુક્રવાર હોવાથી મનપા કચેરીએ કોણ કોણ સાયકલ લઈને આવે છે તેની ઉપર નજર નાખતા કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઉદીત અગ્રવાલની બદલી થતા તેના નિયમો પણ બદલવા લાગ્યા છે.

એક પણ અધિકારી સાયકલ લઈને આવ્યા ન હતા. જે દરરોજ સાયકલ લઈને આવે છે તે જ 3 લોકો સાયકલ લઈને આવ્યા હતા. બાકીના લોકોએ હવે ઉદિત અગ્રવાત જ નથી તો તેના નિયમો પાડવાની શી જરૂર તેવું વિચારી પોત પોતાની ગાડીઓમાં આવ્યા હતા. જ્યાં ઉદીત અગ્રવાલે આ અપીલ કરી તે દિવસે 30-35 થી વધુ લોકો સાયકલ લઈને આવ્યા હતા.

Read About Weather here

ત્યારબાદ તેની સંખ્યા ધીમે-ધીમે ઘટવા લાગી હતી અને 4-6-2021 શુક્રવારે કમિશનર સહિત કુલ 8 લોકો જ સાયકલ લઈને આવ્યા હતા અને આજે માત્ર 3અધિકારી-કર્મચારીઓ જ સાયકલ લઈને આવ્યા છે.જે રેગ્યુલર સાયકલનો જ ઉપયોગ કરે છે. કમિશનરની બદલી થતા જતા જ ની સાથે ફરીથી કારમાં જ અવરજવર થવા લાગી છે અને મોટાભાગનાં શાખાનાં અધિકારીઓ કે જેઓની સરકારી ખર્ચે ઇંધણ, ડ્રાઈવર અને મોટરકાર મળે છે. તેઓએ ન તો ચાલવામાં કે ન તો સાયકલ ચલાવવાના વિનામૂલ્યે થતા અમૂલ્ય પ્રયોગોમાં રસ જ લેતા નથી. નવા કમિશનર અને ડે.કમિશનરને આ અપીલ યાદ ન હોવાથી તમામ અધિકારીઓએ તેનો લાભ લીધો હતો તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here