રાજકોટમાં આવી જાણે દિવાળી! દુકાનો ખુલી, બજારોમાં રોનક પાછી ભરવાના દ્રશ્યો

રાજકોટમાં આવી જાણે દિવાળી!
રાજકોટમાં આવી જાણે દિવાળી!

સરકાર અને શાસને ઉદારતા બતાવી પણ વેપારીઓ અને ગ્રાહકો મર્યાદા ન ચુકે

રાજકોટ શહેરમાં મીની લોકડાઉનના કડક નિયંત્રણોના લાંબા ગાળા બાદ આજે રાજય સરકારની ઉદારતાને કારણે મહાનગરોની બજારોમાં રોનક પાછી ફરી રહી છે. જાણે દિવાળી આવી હોય એવી રીતે આજે સવારથી દુકાનો અને બજારો ખુલવા લાગ્યા અને વેપારીઓએ સાફસફાઇ કરીને પોતાની પ્રોડક અને માલ દુકાનોમાં અને દુકાનોના ગલ્લા પર સજાવવાનું શરૂ કરી દીધુ હતું.

રાજય સરકારે દિવસના નિયંત્રણોમાં છુટછાટ આપી છે અને સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ધંધા-રોજગાર કરવાની વેપારીઓ તથા લારી-ગલ્લા વાળાઓને છુટ આપી છે. એટલે આજે સવારથી રાજકોટ રાજકોટ શહેરમાં રોનક ભર્યા દ્રશ્યો.

Subscribe Saurashtra Kranti here

કોઇ વેપારીએ દુકાનોમાંથી કચરો સાફ કરવાની અને માલ સમાન ઠીકઠાક કરવાની કવાયત હાથ ધરી હતી તો કોઇ વેપારીએ એમની દુકાનોમાં માલ-સમાન અને પ્રોડક ફરીથી પધ્ધતીસર ગોઠવવાના કામમાં લાગી ગયા હતા. જાણે દિવળી અને તહેવારો આવી ગયા હોય એવો રોનકનો માહોલ અને વેપારીઓના ચહેરા પર ખુશાલીનો રંગ અમારા તસ્વીરકારની કેમેરાની કીકીમાં આબાદ ઝીલાયો છે.

સાથે સાથે અહીં એક બીજી વાત કહેવાનું મન થાય છે. સંવેદનસીલ મુખ્યમંત્રીએ લોકોને અડધો દિવસ રોજી રોજગાર કમાવવાની તક આપવાનો અનુકરણીય નિર્ણય લીધો છે ખરો પણ દરેક વેપારી, ધંધાર્થી, લારી-ગલ્લા વાળા અને ખરીદી કરવા નિકળનારા ગ્રાહકોએ મગજમાં એ વાત બરાબર યાદ રાખવાની રહેશે કે રાજકોટમાંથી કોરોના મહામારીએ વિદાય લીધી નથી. કોવિડના તમામ નીતિ નિયમો હજુ અમલમાં છે જ.

Read About Weather here

કોરોના માટે વ્યકિતગત જે નીતિ નિયમો સરકારે જાહેર કર્યા છે એમાં કોઇ છુટ આપવામાં આવી નથી. એટલે સરકારની ઉદારતાનો કોઇએ ગેરલાભ ઉઠાવવાનો રહેતો નથી. વ્યકિતગત સાવધાની અને સુરક્ષાના નિયમો એટલે કે, દુકાનો પર ભીડ ન કરવી, ખરીદી કરતી વખતે સામાજીક અંતર જાળવવું અને માસ્ક ખાસ પહેરી રાખવું એ તમામ નીતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

ધંધા-રોજગાર કરીને પોતાના પરીવારનું ભરણ પોષણ કરવાની જે રીતે દરેકના માથા પર જવાબદારી છે એ જ રીતે પોતાની બેદરકારી થકી કોરોનાનો ચેપ ફેલાઇ નહીં એ જોવાની દરેકના શીર પર જવાબદારી છે. એ સીધુ અને સચોટ સત્ય વેપારીઓ અને ગ્રાહકોએ ગણીને ગાંઠે બાંધવાનું રહેશે. કોઇ પણ પ્રકારની બેદરકારી સમાજને પાલવે તેમ નથી. એટલે વેપારી અને ગ્રાહકો મર્યાદામાં રહે એ સમગ્ર સમાજ માટે હિતકારી બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here