રૂ.11 કરોડનું સ્કેમ કરનાર રાજકોટના વેપારીના આગોતરા જામીન મંજુર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

‘પાયો વિહોણા આરોપો’ બાબતે જામીન મંજુર કરતી સી.બી.આઇ કોર્ટ : વર્ષ 2020માં બેંક ઓફ ઇન્ડિયાએ બે પેઢી, તેના માલિક સહિત છ લોકો ફરિયાદ નોંધાવી હતી

રાજકોટની બેન્ક ઓફ ઈન્ડિયા મુખ્ય શાખાએ એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાધીનગરની મુકામ આશરે 11 કરોડના બેન્ક સ્કેમ બાબતે રાજકોટના વેપારી સામે નોંધાવેલ ફરીયાદમા CBI કોર્ટ અમદાવાદ દ્વારા રાજકોટના વેપારી રાજ મકવાણાના આગોતરા જામીન મંજૂરી થયેલ છે.

ફરીયાદની વિગતો મુજબ … રાજકોટ બેન્ક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખાના અધિકારીએ એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીનગર મુકામે તા. 2/12/20 ના રોજ રાજકોટના વેપારી સામે ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં આરોપી તરીકે લોમ્પાયર નામની પેઢી તથા તેમના માલિક, ઈનવર્ટ ટ્રાયએન્ગલ પેઢી તથા તેના માલિક , હિરેન ભરતભાઈ કોટક તથા અજાણ્યા સરકારી તથા ખાનગી કર્મચારીઓ સામે ઈ.પી.કો. કલમ 379, 411, 420, 467, 468, 471 તથા પ્રોહીબીશન ઓફ કરશન એકટની કલમ 13 (2), 13 (1) (અ) અન્વયે ફરીયાદ નોંધાવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

મુંબઈ સ્થિત આવેલ પ્રા.લિ. કંપની છે . અને તેઓની કંપનીનું એકાઉન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા મુંબઈ ખાતે આવેલ છે. તે કંપનીના ત્રણ ચેક કોઈ અજાણ્યા શખ્ત પ્રાપ્ત કરેલ છે અને તેનો ઉપયોગ RTGS થી લોમ્પાયર પેઢી, મે.ઈનવર્ટ ટ્રાયએન્ગલ પેઢી તથા હિરેન ભરતભાઈ કોટક નામના બેનીફીશીયરીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવા માટે થયેલ છે .

જેમાંથી એક ચેક રૂ.6,08,00,000 તથા બીજો ચેક રૂ.5,09,80,000 નો હતો અને તે ચેકના આધારે લોમ્પાયર પેઢીમાં તથા ઈનવર્ટ ટ્રાએન્ગલ પેઢીમાં રકમ ટ્રાન્સફર થયેલ છે અને ત્યારબાદ બેન્કને આ વિગત ખ્યાલમાં આવતા રૂ. 5,50,00,000 ના RTGS ની કાર્યવાહી રોકી દેવામાં આવેલ. પરંતુ બે ચેકના આધારે ઉપર્યુકત ઉલ્લેખેલ બંને પેઢીમાં કુલ રૂ.11,17,80,000 ટ્રાન્સફર થયેલ છે.

જે રકમ અજાણ્યા સરકારી કર્મચારી તથા બેનીફીશીયરીના અપમાણિક ઈરાદાથી ટ્રાન્સફર થયેલ હોય અને બેન્કને તથા ખાતા ધારકને તેટલી રકમનું નુકસાન થયેલ હોય , ગ્રાહક તરફથી મળેલ ફરીયાદના આધારે બેન્ક ઓફ ઈન્ડિયા મુખ્ય શાખા રાજકોટના અધિકારીએ એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં ફરીયાદ નોંધાવેલ. ઉપરોકત ફરીયાદ અન્વયે CBI ના તપાસનીસ અધિકારીએ તપાસ ચાલુ કરી હતી. જેમાં લોમ્પાયર પેઢીના ભાગીદાર રાજ મકવાણાને બોલાવી વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો અને તેને તથા તેના કુટુંબીજનોને જેલમાં બેસાડી દેવાની વારંવાર ધમકીઓ આપી તેની પાસે આશરે 48,59,000 જેવી રકમ બેન્ક ઓફ ઈન્ડિયા રાજકોટના ખાતામાં પરતકરવામાં આવી હતી.

અરજદાર રાજ મકવાણાને વ્યાજબી ભય થયેલ કે તેઓ તપાસનીસ અધિકારીને તપાસના કામમાં સહકાર આપે છે તેમ છતાં તેઓને તપાસનીસ અધિકારી ગેરકાયદેસર રીતે અટક કરશે અને ગેરકાયદેસર કબૂલાતો કરાવશે – તેવું જણાતા અરજદાર રાજ મકવાણાએ CBI કોર્ટ અમદાવાદ મુકામે આગોતરા જામીનઅરજી દાખલ કરી હતી. આ કામમાં બંને પક્ષકારોને સાંભળી નામદાર કોર્ટે ઠરાવેલ છે કે સ્થાપિત કાયદાની જોગવાઈ અનુસાર પાયાવીહોણા આરોપો બાબતે આગોતરા જામીન અરજી મંજૂર કરવી જોઈએ. હાલના કેસમાં, ફરીયાદ દસ્તાવેજો આધારીત છે અને તપાસ હેઠળ છે.

Read About Weather here

આગોતરા જામીન મંજૂર કરવાથી ફરીયાદને પ્રથમ દર્શનીય રીતે કોઈ નુકસાન થાય તેમ નથી. કોર્ટ દ્વારા સમગ રેકર્ડ ચકાસવામાં આવેલ છે અને ફરીયાદના આરોપો પણ ધ્યાને લેવામાં આવેલ છે. આ કેસમાં કોર્ટ દ્વારા અન્ય આરોપીઓ પાસેથી સાચી વિગતો જાણવા કોર્ટ ટાઈમ આપેલ છે, પરંતુ તેવી કોઈ કાર્યવાહી આપવામાં આવેલ સમય દરમિયાન થયેલ નથી તેમજ તપાસનીસ અધિકારી દ્વારા આરોપીની કસ્ટડી ઈન્કવાયરી માટેની જરૂરિયાત પણ દર્શાવવામાં આવેલ નથી.

આ સંજોગોમાં આ અરજી મંજૂર કરી આરોપીને આગોતરા જામીન આપવા યોગ્ય કેસ છે તેવું ઠરાવવામાં આવેલ છે. આ કામના રાજકોટના આરોપી-લોમ્પાયર પેઢીના માલિક રાજ એન. મકવાણા વતી રાજકોટના એડવોકેટ સુરેશભાઈ ફળદુ રોકાયેલ હતા તથા ઈઇઈં કોર્ટ અમદાવાદ મુકામે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બ્રીજ વિકાસ શેઠ, વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here