SBIએ ફરીથી ઘટાડ્યાં વ્યાજ દર : મળશે હોમ લોન

SBI
SBI

SBIએ શનિવારે આ જાણકારી આપી હતી

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં ફરીથી ઘટાડો કર્યો છે. ૩૦ લાખ રૂપિયા સુધીની હોમ લોન હવે ૬.૭૦%ના વ્યાજ દરે મળશે. જો તમે હોમ લોન ૩૦ લાખથી વધારે લો છો તો ફરીથી તમારે ૬.૯૫%ના દરે વ્યાજ ચૂકવવું પડશે.

Subscribe Saurashtra Kranti here

બેંકે શનિવારે આ જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા પ્રમાણે, ૩૦ લાખથી લઈને ૭૫ લાખ રૂપિયા સુધીની હોમ લોન પર ૬.૯૫%નો દર લાગુ રહેશે. જો લોન ૭૫ લાખથી વધારે છે તો વ્યાજ દર વધીને ૭.૦૫% થઈ જશે. જો તમે તેની બેન્કિંગ એપ યોનોથી લોન માટે અપ્લાય કરો છો તો તમને 5BPSની છૂટ મળશે.

SBIના રિટેલ અને ડિજિટલ બેન્કિંગ મેનેિંજગ ડિરેક્ટર સી.એસ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, હોમ ફાઈનાન્સમાં SBI એક માર્કેટ લીડર છે અને હોમ લોન માર્કેટમાં ગ્રાહકોના સેન્ટીમેન્ટને ધ્યાનમાં રાખતા વ્યાજ દર ઓછો રાખવામાં આવે છે. અમને વિશ્ર્વાસ છે કે હોમ લોન લેનારા અને રિયલ ઈસ્ટેટ ઈન્ડસ્ટ્રી બંને માટે આ નવો નિર્ણય સારો રહેશે. ગ્રાહકો યોનો દ્વારા હોમ લોન માટે અપ્લાય કરીને 5BPSની છૂટ મેળવી શકે છે.

Read About Weather here

ગત નાણાકીય વર્ષમાં બેંકે તેના હોમ લોનના વ્યાજ દર ઘટાડીને ૬.૭૦% કર્યા હતા. તે ૩૧ માર્ચ સુધી માટે હતા અને એપ્રિલમાં બેંક ફરીથી તેને વધારીને ૬.૯૫% કરી દીધા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખતા બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ ઓછા દરોને જોતાં બેંકે ફરીથી જૂના દર લાગુ કર્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here