ઓક્ટોબરમાં ત્રીજી લહેરની શક્યતા ?

ઓક્ટોબરમાં ત્રીજી લહેર
ઓક્ટોબરમાં ત્રીજી લહેર

ડો. પ્રતીક સાવજે જણાવ્યું કે, ત્રીજી લહેર ખૂબ ઘાતક હોય શકે છે. ઓક્ટોબર માસમાં ત્રીજી લહેર જોવા મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહૃાા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની શક્યતાઓ સુરતના ડોક્ટરોએ વ્યક્ત કરી છે. જે મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક બની શકે છે. ત્રીજી લહેરમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ધાતક સાબિત થવાની શક્યતા શહેરના ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડો. પ્રતીક સાવજે જણાવ્યું કે, ત્રીજી લહેર ખૂબ ઘાતક હોય શકે છે. ઓક્ટોબર માસમાં ત્રીજી લહેર જોવા મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વાઈરસ મ્યુટેશન સાથે આવે તો વધુ ઘાતક બની શકે છે. જોકે મૃત્યુઆંક ઘટી શકે છે. આપણી પાસે વ્યવસ્થા સારી થઈ ગઈ છે. અન્ય મેડિકલ સંસાધનો પણ ઉપલબ્ધ થઇ રહૃાા છે. જીવન રક્ષક ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં મળી શકશે. વ્યક્તિને વેક્સિનેશની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે.

Subscribe Saurashtra Kranti here

ડો. પ્રતીક સાવજે વધુમાં જણાવ્યું કે, ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે. કારણ કે વેક્સિનેશન અઢાર વર્ષની ઉપરના વ્યક્તિઓ માટે જ કરવામાં આવી રહૃાું છે. જે કોરોના સામેની લડાઈમાં સૌથી મહત્વનું પરિવાર છે પરંતુ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી નથી. તેથી ત્રીજી લહેરમાં એમના માટે આ સૌથી જોખમી પુરવાર થઈ શકે છે.

ડો. પ્રતીક સાવજે વધુમાં જણાવ્યું કે, નાના બાળકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરતા શીખવવું પડશે. બાળકોને ટોળામાં ન રહેવા માટે સતત ટકોર કરતા રહેવું પડશે. કોરોના સંક્રમણના લક્ષણો જણાય તેવા વ્યક્તિથી દૃૂર રહેવા માટે સમજણ આપવી પડશે. ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે સવિશેષ કાળજી રાખવાનો સમય આવશે.

Read About Weather here

સમીર ગામીએ જણાવ્યું હતું કે, શહેરમાં ત્યારે કોરોના સંક્રમણ નું પ્રમાણ ઘટી રહૃાું છે પરંતુ આપણે તેને નોંધનીય છે એવું કહી શકતા નથી. જે રીતે મિની લોકડાઉન કરવાની તૈયારીઓ કરી છે અને લોકોમાં સેલ્ફ અવેરનેસ છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહૃાું છે. શહેરમાં જે રીતે ઓક્સિજનની અછતના સમાચાર વહેતા થયા લોકોની જરૂરિયાત સતત વધતી ગઈ અને તેના કારણે લોકોમાં એક ભયનો માહોલ પણ ઉભો થયો હતો. જેથી લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જે ખૂબ જ સારી બાબત હતી .જેટલા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે એટલું સંક્રમણ ઓછું ફેલાય છે. એક માસ્ક તો લોકોના ચહેરા ઉપર અચૂક જોવા મળ્યું હતું. જેને કારણે સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહૃાા છે.

કોરોના સંક્રમણની ત્રીજી લહેર પણ આવી શકે છે પરંતુ આપણે તેના માટે વિશેષ તૈયારી એટલી જ કરવાની છે કે માનસિક રીતે કોરોના સંક્રમણની અત્યારની જે ગાઈડલાઈન્સ છે તેનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. જેટલું વેક્સિનેશન વધુ થશે એટલું કોરોના સંક્રમણ ઘટતું રહેશે. જો કોરોના સંક્રમણનો ત્રીજો તબક્કો આવે તો પણ વેક્સિનેશન વડે આપણે તેને ડામી દેવામાં સફળ થઈશું. માટે દરેક વ્યક્તિએ ઝડપથી વેક્સિનેશન કરાવવા માટે આગળ આવવું જોઇએ તે આપણા સુરક્ષિત રહેવા માટેનો સૌથી સારો વિકલ્પ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here