IPL રદ, બાકીની મેચને થઇ શકે રી-શેડ્યુઅલ

IPL રદ
IPL રદ

BCCIએ IPL-21 રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો સૌથી સુરક્ષિત વાતાવરણ એટલે કે બાયો બબલમાં રહેતા IPL-21ના ખેલાડીઓ સુધી પણ કોરોના વાયરસ પહોંચ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ૨ અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાફમાંથી ૩ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે BCCIએ IPL-21 રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં આઈપીએલ કરવાને લઇને બીસીસીઆઈએ મજબૂત બાયો બબલનું કારણ આગળ ધર્યું હતુ, ત્યારબાદ ૨૯ મેચ જ સફળતાપૂર્વ યોજી શકાઈ.

Subscribe Saurashtra Kranti here

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા કોલકાતાનો વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર પણ પોઝિટિવ આવ્યા હતા. ચેન્નઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની ૩૦ મેચ નહોતી રમાઈ શકી. ઉલ્લેખનીય છે કે આજે થનારી મુંબઈ-હૈદરાબાદની મેચને લઇને પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

Read About Weather here

અનેક ઑસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ પહેલા જ કોરોના વાયરસના વધતા કેસોના કારણે પોતાના દેશ પાછા જતા રહૃાા હતા. આમાં એડમ ઝમ્પા, એન્ડ્રુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા. રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને પણ બાયો બબલના થાકથી કંટાળીને ઇંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્ર અશ્ર્વિને પણ ૨૫ એપ્રિલના આઈપીએલથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here