કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપાયું

કાપોદ્રા
કાપોદ્રા

બેની ધરપકડ, ગાડી સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે

કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, પીએસઆઈ ડી. કે. ચોસલાને માહિતી મળી હતી કે, લક્ષ્મણ નગર રોડ પર ઠાકોરદ્વાર સોસાયટીના એક મકાનમાં કેટલાક લોકો બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જીન ઓઇલ બનાવીને વેચે છે

Subscribe Saurashtra Kranti here

કાપોદ્રામાં પોલીસે દરોડો પાડી વેસ્ટેજ ઓઇલને ડબ્બામાં પેક કરી બ્રાન્ડેડ કંપનીના નામ અને લોગો સાથે નકલી એન્જીન ઓઇલનુ ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કાર સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, પીએસઆઈ ડી. કે. ચોસલાને માહિતી મળી હતી કે, લક્ષ્મણ નગર રોડ પર ઠાકોરદ્વાર સોસાયટીના એક મકાનમાં કેટલાક લોકો બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જીન ઓઇલ બનાવીને વેચે છે.

Read About Weather here

માહિતીના આધારે પોલીસે રવિવારે ત્યાં દરોડો પાડ્યો હતો. દરોડામાં આરોપીઓ યોગેશ બાવયંદ વસાળે (રહે. ધરમનગર, એકે રોડ. મૂળ રહે. નાઝપુર, તાલુકો કુકાવાવ, અમરેલી) અને અમિત પ્રભુદાસ વાગડિયા( રહે. કુમકુમ રેસીડેન્સી, કામરેજ, મૂળ રહે.રાનીપરજ, ભેસાણ, જુનાગઢ)ને પકડી પાડ્યો હતો. ગોડાઉન માંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા, ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લોગો, પેકિંગ અને સીલિંગનું મશીન તેમજ કાર મળી 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ સામાન્ય અને વેસ્ટેજ ઓઈલને ડબ્બામાં પેક કરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને ઉંચા ભાવે વેચતા હતા. આરોપી યોગેશ છેલ્લા ચાર વર્ષથી આ ગોરખ ધંધો કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here