સંક્રમણ અટકાવવા સોની બજારમાં આજથી 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન

સંક્રમણ અટકાવવા સોની બજાર
સંક્રમણ અટકાવવા સોની બજાર

વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો, ઔદ્યોગિક એકમ બે દિવસ બંધ

કોરોના સંક્રમણ સામેના જંગમાં સરકારે તો લોકડાઉનનો નિર્ણય લેવાની ગંભીરતા લીધી નથી

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં રોજ 700થી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થઇ રહ્યાં છે. કોરોના હાલ પીક પોઇન્ટ પર છે ત્યારે સરકાર નહીં પરંતુ લોકો અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાય રહ્યાં છે. કોરોના સંક્રમણ અટકાવવા આજથી સોની બજારના વેપારીઓએ 5 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. આજે સોની બજારના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. તેમજ ઔદ્યોગિક એકમોએ પણ બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ છે.

Subscribe Saurashtra Kranti here

વિશ્વ વિખ્યાત રાજકોટની સોની બજાર દ્વારા આજથી સળંગ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન પાડવા નિર્ણય કર્યો છે. રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઇ અત્યાર સુધીમાં સોનીબજાર, પેલેસ રોડના 300થી વધુ સોની વેપારીઓ સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે નામી અનામી અનેક સોની વેપારીઓને કોરોના ભરખી ગયો છે. કોરોનાનો વધુ એક કાતિલ વેવ આવતા સોની મહાજનમાં ફફડાટ ફેલાય ગયો છે. સંક્રમણની આ ચેનલ તોડવા માટે આજથી 5 દિવસ એટલે કે સોમવાર સુધી સોની બજાર સ્વૈચ્છિક લોકડાઉન પાડશે તેવો નિર્ણય કરવામા આવ્યો છે.

કોરોના સામેના જંગમાં સરકારે તો લોકડાઉનનો નિર્ણય લેવાની ગંભીરતા લીધી નથી. જેના કારણે હવે જુદા જુદા વેપારી સંગઠનો કાતિલ વાયરસની સંક્રમણ ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની દિશામાં આગળ આવ્યા છે. શાપર-વેરાવળ, મેટોડા, આજી સહિતની જીઆઇડીસીએ બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યા બાદ દેશના પ્રથમ હરોળમાં ગણાતી રાજકોટની સોની બજારે પણ આજ થી સળંગ પાંચ દિવસ એટલે કે સોમવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તમામ શો-રૂમ અને બંગાળી કારીગરો જ્યા જોબવર્ક કરે છે એ દુકાનો બંધ રાખવા સોનીબજાર એસોસિએશને અનુરોધ કર્યો છે.

Read About Weather here

કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગો અને રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે. આથી રાજકોટમાં ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોએ ફરી વતનની વાટ પકડી છે. મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ગ્રીનલેન્ડ ચોકડીએ ખાનગી બસના સહારે વતન જવા માટે એકત્ર થયા છે. ભર તડકામાં શ્રમિકો પોતાના વતન જવા માટે ખાનગી બસની રાહ જોતા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ ઉદ્યોગ પર શ્રમિકોની સમસ્યા ઉભી થવાને કારણે ધંધા-રોજગાર પર માઠી અસર પડી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here