રાજકોટ સિવિલમાં 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ: વીડીયો વાઇરલ

રાજકોટ
રાજકોટ

રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને પૈસા ઉઘરાવતા યુવાન સામે તપાસના આદેશ આપ્યો

રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ વલખા મારે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન બોલે છે કે 9 હજાર આપો અને તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાશે. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં. યુવાન વીડિયોમાં મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા દેવાના હોય છે. વીડિયોમાં યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે.

Subscribe Saurashtra Kranti here

ઉલ્લખનીય છે કે, સિવિલમાં લોકો એમ્બ્યુલન્સ સાથે 5થી 6 કલાક દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન 9 હજારમાં અડધી કલાકમાં દર્દીને દાખલ કરી આપે છે. આ અંગે કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, એક શખ્સ દ્વારા સિવિલમાં બેડની વ્યવસ્થા કરી આપવા માટે દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવતો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને તપાસના આદેશ આપવામાં આવશે. વીડિયોમાં દર્દીના સગા પાસેથી રૂપિયા ખંખેરતો યુવાન કારમાં બેસી 9 હજારમાં બેડ સાથે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી આપે છે. દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી દે. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા પહોચાડવાના હોય છે.

Read About Weather here

દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. યુવાનને ફોન આવે છે અને સામેવાળા વ્યક્તિને કહે છે કે, ભાઇ તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઉં. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here