રાજકોટ રેલવે સ્ટેશન એટલે ‘બોડી બામણીનું ખેતર’, ચેકિંગ વ્યવસ્થા ગાયબ

રાજકોટ
રાજકોટ

રાજકોટ જેવા સૌરાષ્ટ્રના સૌથી મહત્વના રેલવે સ્ટેશન પર કોરોનાના સઘન ટેસ્ટીંગની કોઇ જ વ્યવસ્થા ન હોય એવી ગંભીર બેદરકારી કઇ રીતે ચલાવી લઇ શકાય?

રાજકોટના રેલવે સ્ટેશન પર બહારથી આવનારા મુસાફરોના ચેકિંગ માટેની કોઇ જ નક્કર વ્યવસ્થા જોવા મળી નથી માત્ર થર્મલ ગનથી જ મુસાફરોનું ચેકિંગ થઇ રહયું છે.

Subscribe Saurashtra Kranti here

પરીણામે બહારથી આવેલા મુસાફરો પૈકીના કેટલાક જીવતા બોમ્બ શહેરમાં ધુસી જતા હોય છે તેની કોઇ જાણકારી સ્થાનિક તંત્ર પાસે હોતી નથી. રેલવે તંત્ર દ્વારા રીતસર લાલીયા વાડી ચલાવવામાં આવી રહી છે અને રેલવે સ્ટેશન એ કારણે રેઢું પડ બની ગયું હોય તેવા દ્રશ્યો અખબારી કેમેરામેનના કેમેરામાં ઝીલાઇ ગયા છે. કોઇ જાતનું આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું તો બાજુએ રહયું રેપીડ એન્ટીજન ટેસ્ટની પણ કોઇ વ્યવસ્થા જોવા મળતી નથી. માત્ર થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પરેચર ચકાસવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. રેલવે સ્ટેશન પર પરપ્રાંતના સેંકડો મુસાફરો દૈનિક આવતા હોય છે.

Read About Weather here

અન્ય રાજયોમાંથી સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં દિવસભર આવતા રહે છે ત્યારે કોરોનાના આવા કપરા કાળમાં પણ રાજકોટ જેવા સૌરાષ્ટ્રના સૌથી મહત્વના રેલવે સ્ટેશન પર કોરોનાના સઘન ટેસ્ટીંગની કોઇ જ વ્યવસ્થા ન હોય એવી ગંભીર બેદરકારી કઇ રીતે ચલાવી લઇ શકાય? પરપ્રાંતીય શ્રમીકો પણ હિજરત કરતી વખતે કોઇને કોઇ આડ માર્ગે થઇને ટેસ્ટીંગથી બચીને નીકળી જતા હોય તેવું જાણવા મળી રહયું છે. આ ખુબ જ ગંભીર સ્થિતિ કહેવાય. સ્થાનિક પ્રશાસન અને રેલવે એ તાકિદે પગલા લેવા જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here