અજયની ફિલ્મ ‘ભુજ’ ક્યારે થશે રીલીઝ?

‘ભુજ’
‘ભુજ’

20 કરોડનાં એક્શન સીનનાં VFX પાછળ 35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, પહેલાં IPL દરમિયાન ફિલ્મ રિલીઝ થવાની હતી

Watch BHUJ Trailer here

હાલ ‘ભુજ’ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ છે, આથી હોટસ્ટાર ફિલ્મને ઈદ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે

અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં સતત રિલીઝ ડેટ લંબાતી જાય છે. ફિલ્મ સાથે જોડાયેલા ઓફિશિયલ્સે લેટેસ્ટ માહિતી આપી છે. તેમણે જણાવ્યું, આ ફિલ્મ IPL દરમિયાન જ OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ કરવાની હતી. આ માટે હોટસ્ટારે અજય સાથે એક જાહેરાત પણ બનાવી હતી. આ એડ તો મેચ દરમિયાન પ્રસારિત થઇ રહી છે, પણ ફિલ્મ ‘ભુજ’ હજુ પૂરી થઇ નથી. હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ છે. તેવામાં હોટસ્ટાર ફિલ્મને ઈદ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Subscribe Saurashtra Kranti here

‘ભુજ’ને આ ઈદ પર રિલીઝ કરવાનું કારણ એ છે કે, આ તહેવારે ‘રાધે’ કે ‘સત્યમેવ જયતે 2’ થિયેટરમાં રિલીઝ થવાની સંભાવના ઓછી છે. તેવામાં મેકર્સ આ ફિલ્મ દ્વારા દર્શકોને મોટી ફિલ્મ ગિફ્ટ કરવા માગે છે. OTT પ્લેટફોર્મ હોટસ્ટારનું માનવું છે કે, ઈદ પર સલમાન ખાનની ફિલ્મ અટકી ગઈ છે, તો તેવામાં અજય, સંજય દત્ત અને સોનાક્ષીની સ્ટારકાસ્ટની ફિલ્મ લોકોને ખુશ કરી શકે છે. ફિલ્મમાં નોરા ફ્તેહી અને શરદ કેલકર પણ દેખાશે.

ફિલ્મમાં 70% એક્શન સિક્વન્સ છે. આ સીન્સ કોરિયોગ્રાફ કરવા માટે બાહુબલી ફેન એક્શન ડિરેક્ટર પીટર હેન્સને હાયર કર્યા. એક્શન સિક્વન્સ માટે જે પ્રોપર્ટી યુઝ થઇ છે, તેઓ ખર્ચ આશરે 10 કરોડ રૂપિયા આસપાસ છે. ફિલ્મમાં અસલી ટેંક યુઝ થયા છે પણ તેને ઉડાવવા માટે પ્રોટોટાઈપ ટેંક પણ બનાવ્યા છે. તેની કિંમત 10-15 લાખ રૂપિયા છે. કુલ મળીને એક્શન સિક્વન્સમાં 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે તેની પર 35 કરોડનું VFX વર્ક થઇ રહ્યું છે.

હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ન્યાસા યુગ(NY) સ્ટુડિયોમાં ચાલુ છે. અજય તેની ક્વોલિટી સાથે કોઈ છેડછાડ કરવા ઈચ્છતો નથી આથી પોસ્ટ પ્રોડક્શનમાં વાર લાગી રહી છે. ફિલ્મનું એડિટિંગ પૂરું થઇ ગયું છે. વોર સિક્વન્સ સીનમાં પણ હેવી VFX પર કામ થવાનું છે. ફિલ્મમાં 95%થી વધારે VFXનો વપરાશ છે.

આ ફિલ્મ ગુજરાતનાં માધાપરની 300 મહિલાઓની હિંમત અને એકતાની વાત કરશે, જેમણે 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક 1971ના ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડને (એરસ્ટ્રિપ) ફરીથી બનાવ્યો હતો.

ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડીયા’ ના લેખક અને દિગ્દર્શક અભિષેક દુધૈયા સાથે વાત કરતા કહ્યું હતું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારા નાનીમા મને 1971ના યુદ્ધની વાત કરતા. દોઢસોથી બસ્સો મહિલાઓ અને પુરુષો એરપોર્ટ પર રનવેની મરમ્મત કામ કરતા તેઓ પણ આ બધી મહિલાઓમાંના એક હતા. જે દશ્યો નાનપણમાં માનસપટ્ટ પર છવાઈ ગયા હતા, તેના પર રિસર્ચ કરી, મુંબઈથી માધાપર આવી બધી બહેનો સાથે વાત કરી. અનેક પાસાઓ ચર્ચાયા બાદ પ્રોડક્શન હાઉસ પાસે વિષય રજૂ કરી સ્ક્રિપ્ટ તૈયાર થઈ.

Read About Weather here

  • ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં અજયે સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ પ્લે કર્યો છે.
  • અજય દેવગને ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવી છે.
  • ફિલ્મમાં સંજય દત્તે ‘રણછોડદાસ સવાભાઈ રબારી’નો રોલ ભજવ્યો છે, જેને ‘પગી’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ફક્ત પગના પંજાની છાપ પરથી જ વ્યક્તિની હાઈટ, વજન, તે કેટલો સામાન ઊંચકીને જાય છે, કઈ દિશામાં જાય છે તે બધાની ચોક્કસ માહિતી કહી શકતા હતા. 2003માં 112 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે પોતાની આ આવડતથી ઇન્ડિયન આર્મીની ઘણી જ મદદ કરી હતી.
  • નોરા ફ્તેહીએ ફિલ્મમાં ‘હિના રેહમાન’નો રોલ કર્યો છે. હિના એક ભારતીય જાસૂસ હતાં, જે લાહોરમાં રહેતાં હતાં.
  • સોનાક્ષી સિંહા સામાજિક કાર્યકર ‘સુંદરબેન’ની ભૂમિકામાં જોવા મળશે. સુંદરબેન સામાજિક કાર્યકરની સાથે એક ખેડૂત પણ હોય છે. તેમણે જ માધાપરની બીજી 299 મહિલાઓને એરપોર્ટનો રનવે બનાવવા માટે તૈયાર કરી હતી.
  • સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલના પાત્રમાં છે. તેઓ વિઘાકોટ ચોકી પર તૈનાત હતા અને 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં લડ્યાં હતાં.
  • પંજાબી સ્ટાર એમી વિર્ક ફાઈટર પાઈલટની ભૂમિકામાં છે, જેમનો ભારતની ઐતિહાસિક જીતમાં અમૂલ્ય ફાળો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here