હોય નહીં.. મનપાની ટિપરવાન ચંદીગઢમાં?

ચંદીગઢ-ટીપરવાન-મનપા
ચંદીગઢ-ટીપરવાન-મનપા

આખરે કયા કારણથી આ ટિપરવાન રાજકોટ બહાર ટ્રેક થઇ રહી છે?

રાજકોટની ટીપરવાન ચંદીગઢમાં દેખાતા અનેક તર્કવિર્તક

Subscribe Saurashtra Kranti here

મનપાની વેબસાઈટમાં જી.જે 03 જી 2601 નંબરની ટિપરવાન ચંદીગઢ બાજુ ટ્રેક થઇ!!

રાજકોટ મનપા સમયસર પોતાની સેવા ડીઝીટલ કરતી જાય છે. પોતાને પળે-પળે માહિતી મળે તે રીતની સીસ્ટમ પણ ઉભી કરે છે. પણ ખબર નહીં અમુક મેટરો મનપાના ધ્યાન બહાર બની જાતિ હોય છે. તે જ રીતે જાણવા મુજબ મનપાની જીજે.03 જી.2601 નંબરના પાર્સીંગવાળી ટિપરવાન હાલમાં ચંદીગઢના હિમાલયન એક્સપ્રેસ હાઈ-વે નજીક સ્નેહ જનરલ સ્ટોર અને હિમગીરી રસોઈની વચ્ચે બંધ હાલતમાં પડેલી છે? તેવું અમે નથી કહેતા પણ ખૂદ કોર્પોરેશનની વેબસાઈટમાં ટિપરવાનના લાઇવ સ્ટેટસ અપડેટ થાય છે. તેમાં આ ટિપરવાનનું લોકેશન ચંદીગઢમાં બતાવવામાં આવેલ છે.

આ સિવાયની બધી ટીપરવાન રાજકોટમાં આટા ફેરા કરે છે અને પોતાનું કામ કરે છે. પણ આ ટિપરવાન ચંદીગઢમાં શું કરે છે? શું કારણથી ત્યાં પહોંચી છે. મનપા એજ તેને ચંદીગઢમાં મોકલી છે? જેવા અનેક પ્રશ્ર્નો લોકોના મનમાં ઉભા થઇ રહ્યા છે. રાજકોટ મનપા પાસે અંદાજે 400 જેટલી ટિપરવાનો હશે. આ ટિપરવાનોને અલગ-અલગ ડેપો બનાવી તેમજ સોસાયટીઓ ફાળવવામાં આવી છે. જેમ તેને કચરો એકઠો કરવા માટે જવાનું હોય છે. આ બધી ટિપરવાનોમાં જીપીએસ મુકેલા હોવાથી મનપાના અધિકારીઓ તેનું લાઇવ સ્ટેટસ જોઈ શકે છે. અમારી ટીમે આ તપાસ કરતા બધી ટિપરવાનના લોકેશન રાજકોટ કોર્પોરેશનની હદમાં જ જોવા મળે છે.

જયારે જી.જે 03 જી.2601 નંબરની ટિપરવાનનું મનપાની વેબસાઈટનું ટ્રેકર ચંદીગઢમાં બતાવેલ. જેથી મસમોટો પ્રશ્ર્ન ઉભો થઇ રહ્યો છે. મનપાએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે રાજકોટમાં ટિપરવાન શરૂ કરાઇ છે. પરંતુ આ ટિપરવાન ન આવે ત્યારે શું? કચરાનો નિકાલ કેવી રીતે કરવો? ગુટલીબાજ ટીપરવાનોને પકડવા મનપાએ ડીજીટલ સીસ્ટમનો ઉપયોગ કરીને જીપીએસ ટ્રેકીંગ ડીવાઈઝ નખાવેલ હતા. મનપાના ટિપરવાન ચાલકો ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં આટા ફેરા કરતા હતા અને અનેક વખત કેટલાક વિસ્તારો ઉડાદી દેતા હતા.

Read About Weather here

આ ટીપરવાન ચાલકો જીપીએસની મદદથી અગાઉ પકડાયા હતા અને ટીપરવાન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આજ અધિકારો હાલમાં ટિપરવાનના લોકેશન ચેક કરતા નથી. તેવી વાત સ્પષ્ટ પણે જાણી શકાય છે કારણકે જો જોતા હોય તો તેને ખબર હોવી જોઈએ કે ટ્રેકરમાં એક ટિપરવાન રાજકોટની બહાર કેમ ટ્રેક થઇ રહી છે. હવે આ ટિપરવાન ક્યાં કારણોસર ચંદીગઢમાં ટ્રેક થઇ રહી છે. તે મસમોટો પ્રશ્ર્ન ઉભો થઇ રહ્યો છે. લોકોના મનમાંએ પણ પ્રશ્ર્ન થયો કે શું મનપાએ ચંદીગઢમાં કચરો લેવા માટે ટિપરવાનને મોકલી હશે??

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here