Breaking : રાજકોટમાં કોરોનાના 20 દર્દીના રેકોર્ડ અંગે સસ્પેન્સ?

રાજકોટ
રાજકોટ

રાજકોટ મનપાના કોરોના ડેશબોર્ડના આંકમાંથી ચોકાવનારી હકીકત

રાજકોટ કોર્પોરેશન ડેશબોર્ડ મુજબ ગણતરી કરતા 20 કોરોના દર્દીનો રેકોર્ડ નથી? : આ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, મૃત્યુ પામ્યા કે એક્ટીવ છે તેની કોઇ સ્પષ્ટતા નથી

ખોટું બોલેલું અને ખોટું કરેલું વધુ સમય છુપીને રહેતું નથી તે વાત ધ્યાને રાખવી જોઇએ

આંકડાઓનો તાલમેલ ન મળતા ગુંચવાડો સર્જાયો હોવાની શક્યતા

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. સરકાર દ્વારા કોરોના વધુ વકરે નહીં તે માટે યોગ્ય નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. કોરોનાને કાબુમાં લેવા આજથી ચારેય મહાનગરમાં રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યો છે. ત્યારે હાલમાં રાજકોટની વાત કરીએ તો મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગઈકાલે રાજકોટમાં 9 ના મોત નોંધાયા હતા અને ડેથ કમીટીએ એક પણ મૃત્યુ જાહેર ન કરતા અનેક તર્કવીતર્ક સર્જાય રહ્યા છે. આજે ફરી કોરોનાને કારણે 11 ના મોત નોંધાયા છે.

હવે ડેથ કમિટી કેટલા જાહેર કરે તે જોવાનું રહ્યું છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા કોરોનાનું અપડેટ પોતાને વેબસાઈટ ઉપર ડેશબોર્ડ બનાવામાં આવ્યું છે. તેમાં અપડેટ કરવામાં આવે છે. મનપાના ડેશબોર્ડમાં છેલ્લે 29-3-21ના આંકડાઓ અપડેટ કરવામાં આવ્યા છે. તે આંક જોતા શહેરમાં અત્યાર સુધીમાં 18757 દર્દી પોઝીટીવ નોંધાયા છે. જેમાંથી 17712 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 872 એક્ટીવ કેસ છે અને 153 ડેથ થઇ ચુક્યા છે.

Breaking : રાજકોટમાં કોરોનાના 20 દર્દીના રેકોર્ડ અંગે સસ્પેન્સ? રાજકોટ

આ આંકડાઓ 29-3-21 સુધીના જ છે. હવે આ આંકડાઓનો અભ્યાસ કરતા એક ચોકાવનારી હકીકત બહાર આવી છે. કુલ પોઝીટીવ અત્યાર સુધીમાં 18757 દર્દી નોંધાયા છે. જેમાંથી 17712ને તો ડીસ્ચાર્જ કરી આપવામાં આવ્યા છે. તો 1045 દર્દીઓ વધે છે. આ 1045 દર્દીઓમાંથી 872 ને હાલ એક્ટીવ છે. તેને બાદ કરતા 173 દર્દીઓ વધે છે. આ 173 માંથી 153 ડેથ બતાવામાં આવ્યા છે. તેને બાદ કરતા 20 દર્દીઓ વધે છે.

આ 20 દર્દીઓ વધે છે. તે કોણ છે? તે એક મોટા પ્રશ્ન લોકો સમક્ષ ઉભો થયો છે. આ 20 દર્દીનું મૃત્યુ થયું હોય તો તેને ડેશબોર્ડનાં મૃત્યુ આંકમાં ઉલ્લેખ હોવો જોઈએ. પણ નથી, જો ડીસ્ચાર્જ કરાયા હોય તો તેમાં પણ નથી અને એક્ટીવ પણ નથી

ગણતરી કરતા આ 20 દર્દી જે સામે આવે છે. તે કોણ છે તેની નોંધ નથી તે ચર્ચાનો વિષય છે. કદાચ આ એક્ટીવ કેસની ગણતરીમાં ભૂલ થઇ હોય ને આવું બન્યું હોય એમ આપણે માની શકીએ.

પણ મનપાએ એકવાર ડેશબોર્ડ ચેક કરીને યોગ્ય ગણતરી કરીને અપડેટ કરવો જોઈએ. જેથી કરીને લોકોના મનમાં જે પહાડ જેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તેનો નિકાલ આવી શકે. લોકો આ 20 દર્દી જે ડેશબોર્ડમાંથી ગાયબ છે તેનો યોગ્ય જવાબ મળે તેની રાહમાં છે અને લોકોના મનમાં અનેક તર્કવીતર્કો સર્જાયા છે.

Read About Weather here

મનપા દ્વારા યોગ્ય ગણતરી કરવામાં આવતી નથી કે પછી જાણી જોઇને આવા ખેલ કરવામાં આવે છે. તેવી પણ લોકચર્ચા થઇ રહી છે અને લોકોમાં ડર પણ ઉભો થવાનો ભય રહે છે. તેથી મનપાએ યોગ્ય ચકાસણી કરવી જોઈએ અને આવા પ્રશ્નો ઉભા ન થાય તેવો કોઈ ઉપાય ગોતવો જરૂરી બને છે. આમાં મનપા કોરોના છુપાવાનો પ્રયત્ન કરે છે. તેવી લોકોને શંકા જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here