રાજકોટ એરપોર્ટ દ્વારા RT-PCR ટેસ્ટના નામે ઉઘાડી લુંટ???

રાજકોટ એરપોર્ટ
રાજકોટ એરપોર્ટ
રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતારતા મુસાફરો પાસેથી ટેસ્ટના 800 રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેમાં 15 લોકોએ એરપોર્ટમાં ટેસ્ટ કરાવતા તેમને ઘરે જવા દેવાયા હતા

Subscribe Saurashtra Kranti here

સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 80થી વધુ મુસાફરો આવ્યા હતા

આજથી રાજકોટ એરપોર્ટ-એસટી અને રેલવે સ્ટેશન પર ગુજરાત બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત બનાવી દેવાયો છે. જેને પગલે રાજકોટ એરપોર્ટ પર ફરજીયાત ટેસ્ટના નામે ખુલ્લી લૂંટ મચાવવામાં આવી રહી છે. 15 મુસાફરોએ સરકારી ટેસ્ટનો આગ્રહ રાખતા 3 કલાક બેસાડી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ જે મુસાફરોએ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવ્યો હોય અને સર્ટિફીકેટ નહીં હોય તો તેમને ટેસ્ટ વગર રાજકોટમાં એન્ટ્રી જ નહીં મળે તેવી સુચના-આદેશો બાદ કડક ચેકિંગ પોલીસ અને કોર્પોરશનની ટીમ દ્વારા શરૂ કરી દેવાયું છે. દરમિયાન આજે રાજકોટ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ એરપોર્ટ દ્વારા RT-PCR ટેસ્ટના નામે ઉઘાડી લુંટ??? રાજકોટ એરપોર્ટ

દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 80 આસપાસ મુસાફરો આવી પહોંચ્યા હતા. પરંતુ તેમાં અમુક મુસાફરો RT-PCR ટેસ્ટ વિનાના નીકળતા આ તમામને એરપોર્ટની અંદર રોકી દેવાયા હતા. દરમિયાન આ અમુક મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે એરપોર્ટ સત્તાવાળાઓએ રાજકોટની માનસી ભટ્ટ લેબોરેટરીમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને બોલાવ્યા હતા. આ સ્ટાફ દ્વારા 15નો ટેસ્ટ કરી તેમને ઘરે જવા દેવાયા હતા. પરંતુ 15 મુસાફરોએ સરકારી ટેસ્ટનો જ આગ્રહ રાખતા અને રૂ.800 દેવાની ના પાડતા ભારે ધમાલ થઇ હતી.

Read About Weather here

આ તમામને એરપોર્ટની બહાર નહીં જવા દેવાતા એરપોર્ટ સત્તાવાળાઓ અને આવેલા મુસાફરો વચ્ચે શાબ્દિક ટપાટપી થવા પામી હતી. સવારે 8 વાગ્યે આવેલા મુસાફરોને સતત 3 કલાક બેસાડી દેવાયા હતા. મુસાફરોમાં ભારે રોષ હતો. તો સામે એરપોર્ટ સત્તાવાળાઓ પણ ભારે મક્કમ હોય ભારે ધમાલ થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here