પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના કોરોના વોરિયર્સને રસીકરણ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

કોરોના
કોરોના

Subscribe Saurashtra Kranti here

કોરોના કાળમાં જીવના જોખમે કોરોના વોરિયર્સની તરીકે પત્રકારોએ ભજવેલી ભૂમિકાને બિરદાવાલાયક, કોરોના સામે રસીકરણ રૂપી કવચ મળી રહે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ : રાજુ ધ્રુવ

સમગ્ર ગુજરાતના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી એટલે કે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંબંધી કવરેજમાં મીડિયા કર્મીઓ સકારાત્મક ભૂમિકા ભજવી રહયાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. જેને બિરદાવતા મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી રાજકોટના મીડિયા કર્મીઓ માટે રસીકરણની ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. જેના પરિણામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન ઓફિસ ખાતે વેક્સિનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો બહોળી સંખ્યામાં મીડિયાકર્મીઓએ લાભ લઈ રસીનો પ્રથમ ડોઝ લઈ કોવીડ સામે સુરક્ષા કવચ મેળવ્યું હતુ.

વેસ્ટઝોન ઓફિસ ખાતે મેયર પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર દર્શિતા શાહ, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના પત્રકારોએ પરિવારની ચિંતા કર્યા વગર કોવીડના સમયમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જેને બિરદાવતા મેયર શ્રી પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રો વેક્સિનેશન કરાવી સુરક્ષા સાથે તેમની કામગીરી નિર્ભીકપણે કરી શકે તે માટે આજે આ કેમ્પ શરુ કરાયો છે.

આ પ્રસંગે પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રોની રસીકરણની માંગણીને મુખ્યમંત્રી વિજયભાઈ સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કોવીડના કપરા સમયમાં મીડિયા કર્મીઓએ ભજવેલી ભૂમિકાને બિરદાવી તેઓને વહેલામાં વહેલી તકે કોવીડ સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ કેમ્પમાં રાજકોટ શહેરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર, કેમેરામેન તેમજ ફોટોગ્રાફર સહીત મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓએ ઉપસ્થિતિ રહી વેક્સિનેશનનો લાભ લીધો હતો.

Read About Weather here

અત્રે ઉલ્લેખનિય છે કે, આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ, ડો. ભાવિન મહેતા, મહેશભાઈ તેમજ વેક્સીનેટર્સ અને સમગ્ર આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના પરિણામે આ કેમ્પમાં બપોરે 12 કલાક સુધીમાં 100 થી મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. તેમ ડો. રાઠોડે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here