ખોડલધામ અને રાજકોટ મનપાના સંયુક્ત ઉપક્રમે શહેરના પાંચ સ્થળોએ રસીકરણ મેગા કેમ્પનું આયોજન

ખોડલધામ
ખોડલધામ

Subscribe Saurashtra Kranti here

લોકોને લાભ લેવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અનુરોધ કર્યો છે

તીકાલથી 2 એપ્રિલ સુધી ત્રિ-દિવસીય રસીકરણ મેગા કેમ્પ યોજાશે: 45 વર્ષથી વધુની ઉમરના સર્વ જ્ઞાતીજનોને રસી લેવા અનુરોધ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 31 માર્ચ થી 2 એપ્રિલ ત્રિ-દિવસીય કોવિડ-19 રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ ઝોનમાં પાંચ સ્થળોએ યોજાનાર રસીકરણ મેગા કેમ્પમાં સર્વે જ્ઞાતિના લોકો લાભ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 31 માર્ચ થી 2 એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી આ રસીકરણ મેગા કેમ્પ ચાલશે. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળોએ જેમાં શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે પટેલ વાડી, 1/10 દયાનંદનગર (વાણીયાવાડી) અને સોરઠીયાવાડીની વાડી, મવડી ખાતે આયોજન કરાયું છે. ત્યારે ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ પટેલવાડી, બેડીપરા અને શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

આ રસીકરણ મેગા કેમ્પનો 45 વર્ષથી મોટી ઉંમરના સર્વે જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અનુરોધ કર્યો છે. 45 વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિ રસી લેવા આવે તેઓએ આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. રસીકરણ વિના મૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here