રાજકોટ જિલ્લા પંચાયતની 2021-22નું પુરાંત લક્ષી રૂ.24.25 કરોડનું બજેટ

BHUPAT-BODAR-પંચાયત
BHUPAT-BODAR-પંચાયત

વિવિધ ક્ષેત્રોમાં મહત્વની જોગવાઇઓ દર્શાવતું બજેટ રજુ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર

Subscribe Saurashtra Kranti here

સામાજીક ન્યાય નીધીમાં નિર્દિષ્ટ ઠરાવ મુજબના કામો માટે રૂ.65 લાખની ફાળવણી

તળાવો અને બંધારાની નહેરો માટે રૂ.50 લાખ, બીન પરંપરાગત ઉર્જાના સાધનો માટે રૂ.15 લાખ

પ્રાથમિક શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન અને તે અંગેની મશીનરી ખરીદવા રૂ.25 લાખ: તાલુકા અને ગ્રામ્ય વિકાસ કામો માટે રૂ.7 કરોડ 92 લાખની જોગવાઇ

રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2021-22નું પુરાંતદર્શી રૂ.24.25 કરોડનું કદ ધરાવતું બજેટ આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે રજૂ કર્યુ હતું. આ બજેટમાં ગ્રામ્ય પ્રજાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઇને તથા તાલુકાના વિકાશ માટેની યોજનાઓ માટે નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. વિવિધ મહત્વની યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખે રજૂ કરેલા બજેટમાં ગ્રામ્ય વિકાસના કામો માટે રૂ.7 કરોડ 92 લાખની જોગવાઇ કરવામાં આવી છે. એજ રીતે બીજી મહત્વની યોજનામાં સામાજીક ન્યાય નીધીમાં ઠરાવ મુજબના કામો માટે રૂ.65 લાખની ફાળવણી કરવામાં આવી છે. એજ રીતે ગ્રામ્ય વિસ્તારો માટે ખુબ જ મહત્વના તળાવ અને બંધારાની નહેરો તથા નહેરના દેખરેખના કામ માટે રૂ.50 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જળ સંકટ સમયે ઉપયોગી બને એ માટે વરસાદી પાણીનો સગ્રહ કરવા રૂ.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે. બીન પરંપરાગત ઉર્જાના સાધનો માટે રૂ.15 લાખની જોગવાઇ કરવામાં આવી છે. અન્ય કેટલીક મહત્વની ફાળવણી પર નજર કરીએ તો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂ.22 લાખ ફાળવ્યા છે. ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે રૂ.5 લાખની ફાળવણી થઇ છે.

શૈક્ષણીક સવલતો સુધારવા માટેનું મહત્વનું કદમ લેવાયું છે. પ્રાથમીક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ કરવા રૂ.10 લાખની જોગવાઇ કરાઇ છે. પ્રાથમીક શાળામાં શૈક્ષણીક સાધનો અને શાળા કંમ્પાઉન્ડ હોલને રંગ રોગાન માટે રૂ.5 લાખની જોગવાઇ થઇ છે. એ જ રીતે શાળાના કમ્પાઉન્ડના દરવાજા થી શાળા સુધી પેવિંગ બ્લોક માટે રૂ.20 લાખની જોગવાઇ કરાઇ છે. બજેટની સૌથી મહત્વની બાબત એ છે કે, પ્રા.શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી માટે રૂ.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

નેત્ર યજ્ઞ સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટે સ્થાયી સાધન સામાગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી માટે રૂ.5 લાખની જોગવાઇ કરાઇ છે. હદય રોગ, કેન્સર, કિડની,થેલેસેમીયા, બ્રેઇન ઇન્જરી, બે્રઇન ટયુમર અને પેરાલીસીસ માટે સહાય કરવા રૂ.5 લાખની જોગવાઇ કરાઇ છે. આંગણવાડીના મકાન અને મરામત ખર્ચ-પાણીના કનેકશન તથા પેવિંગ બ્લોક માટે રૂ.30ની ફાળવણી કરાઇ છે. મોડેલ આંગણવાડી બનાવવા રૂ.15 લાખ અને આંગણવાડીમાં રમત-ગમતના સાધનો ખરીદવા રૂ.12ની જોગવાઇ કરાઇ છે.

Read About Weather here

આંગણવાડી કેન્દ્ર તેમજ રંગ કામ, ભીત ચિત્રો અને પુર્વ પ્રાથમીક શિક્ષણના પેઇન્ટીંગ બનાવવાના ખર્ચ માટે રૂ.30 લાખના ખર્ચની જોગવાઇ કરાઇ છે. જયાં કમ્પાઉન્ડ હોલ હોય ત્યાં નવા દરવાજા બનાવવા અને હોલ પર ચિત્ર કામ અંગે રૂ.24 લાખની જોગવાઇ થઇ છે. ઘન કચરાના નિકાલના સાધનો માટે રૂ.5 લાખ ખર્ચાશે. પાક નિદર્શન અને ખેતી વિષેયક હરીફાઇ તથા ખેડૂત હેલ્પ સેન્ટર માટે રૂ.3 લાખની જોગવાઇ કરાયી છે.
જિલ્લા પંચાયત હેઠળના વિસ્તારમાં રહેતા અને દેશની સુરક્ષા માટે શહીદ સૈનિકોના પરીવારોને રૂ.2 લાખની સહાય માટે બજેટમાં રૂ.10 લાખની જોગવાયી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here