રાજકોટ મનપાને આંખે પાટા…?

રાજકોટ-મનપા
રાજકોટ-મનપા

Subscribe Saurashtra Kranti here

મનપાના સ્માર્ટ બસ સ્ટોપ અતિ વધુ સ્માર્ટ બન્યા: સ્માર્ટ બસ સ્ટોપમાં ચાર્જીંગ, પોઈન્ટ બંધ, સફાઈનો અભાવ સહીત અનેક સમસ્યાઓ: તંત્રના આંખ આડા કાન?

શહેરમાં રાજકોટ મનપા દ્વારા અંદાજે 2.78 કરોડના ખર્ચે 40 સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવનાર છે

2.78 કરોડના પ્રોજેક્ટ શરૂઆતના સમયમાં જ સમસ્યાઓથી ભરપુર?

રંગીલા રાજકોટની આપણે વાત કરીએ તો તેની અનેક વિશેષતાઓ છે. શહેરીજનોને આપવામાં કોઈ કસર છોડતા નથી. કરોડોની યોજનાઓ આમ જનતા માટે બનાવે છે. રાજકોટ સ્માર્ટસીટી તરીકે વિકાસ પામતું હોવાથી તેની યોજનાઓ પણ સ્વાભાવિક પણે સ્માર્ટ જ હોય છે. પણ ક્યારેક ખબર નહિ યોજનાઓ બનાવ્યા પછી તેની સાર-સંભાળ લેવાનું મગજમાંથી મનપાને નીકળી જતું હોય છે. નવું નકોર આયોજનનો અમલ કરી થોડા દિવસ પછી તે ધૂળ ખાતા હોવાના શહેરમાં અનેક દાખલાઓ છે. તે જ રીતે વાત કરીએ તો શહેરમાં રાજકોટ મનપા દ્વારા અંદાજે 2.78 કરોડના ખર્ચે 40 સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવનાર છે.

મનપા દ્વારા આ 40 બસ સ્ટોપમાંથી 10 બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના 10 બસ સ્ટોપની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે. બાકીના તમામ બસ સ્ટોપ નિયત થયેલી એજન્સી દ્વારા 2 થી 3 માસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રાંતીની ટીમ દ્વારા આ 10 તૈયાર થયેલ સ્માર્ટ બસ સ્ટોપમાંથી અમુકની મુલાકાત લીધી હતી અને હકીકત જાણવાનો પ્રયાસ કાર્યો હતો.

આ બસ સ્ટોપ સ્માર્ટ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં મનપા દ્વારા આકર્ષક તથા સ્માર્ટ ડીઝાઇન, આરામ દાયક બેઠક વ્યવસ્થા, સી.સી.ટીવી થી સજ્જ પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમ, દિવ્યાંગો અને વૃધ્ધો માટે રેમ્પ સુવિધા, સેન્સર બેઇઝ લાઇટીંગ સીસ્ટમ, મોબાઈલ ચાર્જીંગ વગેરેનો સમાવેશ કરવામાં આવીને સ્માર્ટ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યા હતા. પણ તેની હાલની હાલત જોવા જેવી થઇ ગઈ છે.

કિશાનપરા ચોક પાસે આવેલ સ્માર્ટ બસ સ્ટોપમાં સુવિધાતો બધી જ જોવા મળી પણ ચાર્જીંગના બે પોઈન્ટમાંથી એક પણ ચાલુ જોવા મળ્યો ન હતો અને ડિસ્પ્લે પણ ચાલુ બંધની હાલતમાં હોય તેવું લાગ્યું હતું. ઉપરાંત સ્માર્ટ બસ સ્ટોપની સ્વચ્છતા જરા પણ રાખવામાં આવી નથી. લોકો દ્વારા પાન-ફાકી ની પિચકારીઓ મારી બગાડી નાખવામાં આવ્યું છે. ઉપરાંત સ્વામિનારાયણ ચોકમાં પણ આજ સ્થિતિ છે. હેમુગઢવી હોલ પાસે સ્વચ્છતા નથી પરંતુ ચાર્જીંગ પોઈન્ટના બે માંથી એક જ ચાલુ હાલતમાં છે અને 1 બંધ હાલતમાં છે.

કોટેચા ચોકમાં ચાલુ સ્માર્ટ બસ સ્ટોપ યોગ્ય હાલતમાં છે. તેમજ પારેવડી ચોકમાં પણ બધી જ વ્યવસ્થાઓ છે. આ તમામ બસ સ્ટોપમાં સી.સી.ટીવીની સુવિધાઓ છે. છતાં રામ જાણે તંત્ર દ્વારા તપાસવામાં આવે છે કે કેમ? કારણકે, ઘણીવાર આવારા તત્વો દ્વારા આવા બસ સ્ટોપ ઉપર અડ્ડાઓ જમાવ્યા હોવાથી મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. પણ તંત્રના સી.સી.ટીવીમાં એ માહિતી સ્પષ્ટ પણે જોઈ શકાતી નથી.

Read About Weather here

ઉપરાંત 2.78 કરોડનો 40 સ્માર્ટ બસ સ્ટોપ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે જો સરેરાશ ગણીએ તો એક બસ સ્ટોપ પાછળ છ લાખથી વધુનો ખર્ચ ગણી શકાય પણ આ બસ સ્ટોપમાં મેઈટેનન્સ જરૂરી છે. તેનું પણ ખાસ ધ્યાન રાખવું એ પણ તંત્રની ફરજ છે. પણ અડી અડને છુટા જેવી નીતિ અપનાવે છે. એકવાર શરૂ થઇ ગયા પછી તેનું મેઈટેનન્સનું ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે તેનું આયુષ્ય ઘટી જાય છે તેથી તંત્ર દ્વારા આ બંધ સુવિધાની તપાસ કરાવે અને તેનો ઝડપથી નિકાલ થાય શહેરીજનોની માંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here