મનપાના નવા વિસ્તારોમાં જળ સંકટ : આંદોલનના ભણકારા

RAJKOT-WATER-મનપા
RAJKOT-WATER-મનપા

Subscribe Saurashtra Kranti here

મનપાનું અંગ બન્યાની ખુશાલી ક્ષણજીવી

મોટા મૌવા જેવા અનેક વિસ્તારોમાં પાણીના એક એક ટીપા માટે સંઘર્ષ, મનપાની હદમાં સામેલ થઇ ગયા પછી પરિસ્થિતિ વધુ પીડા દાયક બનતા દેકારો

મોટા મૌવામાં વર્ષે 9 લાખ લીટર પાણી ટેન્કરથી મળતું, હવે એક ટીપાના ફાંફા, મોટા મૌવા સહિતના નવા વિસ્તારોના નાગરીકો દ્વારા આંદોલનની ચેતવણી

રાજકોટમાં મહાનગરપાલિકાની હદમાં સામીલ કરવામાં આવેલા શહેરના મ.ન.પા બની ગયેલા નવા વિસ્તારોની જનતાની ખુશાલી લાંબો સમય ટકી નથી અને પ્રથમ ગ્રાસે મક્ષીકાની જેમ ભર ઉનાળે જળ સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે મ.ન.પામાં ભળેલા મોટા મૌવા જેવા નવા વિસ્તારોમાં તો લોક આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહયા છે. સ્થાનિક લોકોએ પાણીના ફાફા પડી રહયા હોવાથી મનપા તંત્ર સામે બાયો ચડાવી છે અને પુરતા પ્રમાણમાં પાણી આપવાની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન કરવાની ચેતવણી આપી છે.

મોટા મૌવામાં તો એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે, મનપાની હદમાં સામેલ થયા પહેલા ટેન્કરથી 9 લાખ લીટર જેટલુ પાણી મળી જતું હતું પણ કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કર્યા વિના મોટા મૌવાને મનપાની હદમાં તો લઇ લેવાયું પણ લોકોને પાણી કઇ રીતે પહોંચાડવું તેનો વિચાર કરવામાં આવ્યો નથી. જેના કારણે અત્યારે એવી સ્થિતિ છે કે, પાણીના એક એક બેડા માટે મોટા મૌવાની ગૃહિણીઓ ચારે તરફ દોડધામ કરવા લાગી છે. સત્તાધીશોએ સુવિધા આપવા મોટા મોટા દાવા તો કર્યા છે. પણ પહેલા જ ધડાકે દાવાઓની પોકળતા સામે આવી ગઇ છે. મનપામાં આવ્યા બાદ ઉલ્ટાના આ નવા વિસ્તારો પાણીના મામલે કમશેકમ રામ ભરોસે થઇ ગયા છે.

મોટા મૌવાના સ્થાનિક આગેવાનોએ એવી ફરીયાદ કરી હતી કે, પંચાયત હતી ત્યારે ઉનાળામાં રૂડાનું ટેન્કર આવતું હતું. જેનાથી 9 લાખ લીટર પાણી મળતું હતું. હવે મોટા મૌવા મનપામાં આવી જતા રૂડાનું ટેન્કર બંધ થયું છે અને મનપાએ હજુ ચાલુ નથી કર્યું પરીણામે તીવ્ર જળ સંકટ સર્જાયું છે. આ અંગે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનને પણ રજૂઆત કરવામાં આવી છે.

Read About Weather here

મોટા મૌવામાં હાઉસીંગ બોર્ડની રંગોલી પાર્ક આવાસ યોજનામાં પણ આવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યા અગાઉ દૈનિક 3 લાખ લીટર પાણી મળતું હવે દર ચોથા દિવસે પાણી મળે છે અને તેમાં પણ કાપ મુકી દેવાયો છે અને માત્ર 1.90 લાખ લીટર પાણી અપાતું હોવાથી સ્થાનિક લોકો ભારે હાડમારી ભોગવી રહયા છે. ગમે ત્યારે આંદોલન શરૂ થઇ જવાની શકયતા દેખાય છે.

આ સમસ્યા અંગે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, મોટા મૌવા સહિતના તમામ નવા ભળેલા વિસ્તારોને પુરતુ પાણી આપવાની મનપાની જવાબદારી છે અને વોટર વર્કસના અધિકારીઓને સુચના આપી દીધી છે અને બ્લુ પ્રીન્ટ બને છે. પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here