સલામ છે… દેશના તમામ કોરોના વોરીયર્સને

CORONA-WARRIORS-કોરોના
CORONA-WARRIORS-કોરોના

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં 52 આરોગ્યકર્મીએ કોરોનામાં સેવા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી

લોકડાઉનને આજે એક વર્ષ પૂર્ણ

આપણે સાવધાની રાખીએ અને ગાઈડ લાઈનનું પાલન કરીએ: સતા સામે શાણપણ નકામું, પણ આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં

શહેરના રાજમાર્ગો સુમ સામ બન્યા હતા તે સમયની તસવીરો

મૃત્યૃઆંકમાં સતત વધારો થયો હતો અનેક લોકોને કોરોના ભરખી ગયો

અમુક લોકોએ જે નિયમોને નેવે મુક્યા હતા તે પરિસ્થિતિ ઉદ્ભવી ન હોત તો કોરોનાની આજની પરિસ્થિતિ કંઇક અલગ જ હોત તેમાં શંકાને કોઇ સ્થાન નથી

નિયમો બીજાએ તોડ્યા અને પ્રજાએ ભોગવવું પડ્યું…??!

સેવાભાવી સંસ્થાએ ગરીબ લોકોને ભુખ્યા ન રાખવાની નેમ લીધી હતી..

અનેક સંસ્થાઓએ રાહત કિટોનું પણ વિતરણ કરી ગરીબોની જરૂરીયાતો પુરી કરી

એ દ્રશ્યો હજુ પણ આંખ સામેથી જતા નથી કે જ્યારે પરપ્રાંતીયોએ પોતાના પગના ભરોસે પરીવાર સાથે વતનની વાટ પકડી હતી…

આજથી એક વર્ષ પૂર્વે દેશમાં કોરોનાએ અજગર ભરડો ન લે અને કોરોનાની ચેઈન તોડવા માટે દેશના વડાપ્રધાને આજથી લોકડાઉન લાવ્યું હતું. તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં દેશના લોકો ઘણા બધા અનુભવોમાંથી પસાર થયા છે. કોરોનાના કેસોમાં સતત વધારો થયો હતો. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. લોકડાઉનના સમયમાં પોલીસ 24કલાક પ્રજાની સેવામાં હાજર હતી. કડક લોકડાઉનનું પાલન કરવામાં આવતું હતું. આવા અનેક પ્રસંગોમાંથી લોકો પસાર થઈને આજે 1 વર્ષ પૂર્ણ કરી દીધું છે. પણ હજુ આ મહામારીનો નીવેડો ક્યારે આવશે. એનો કોઈ નિશ્ચિત જવાબ નથી. પરંતુ વીતેલા વર્ષમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સારી કામગીરી જો કોઈની રહી હોય તો એ રાજ્યભરના ડોક્ટર્સ, નર્સીંગ સ્ટાફ અને અન્ય સહાયક કર્મીઓને જ ગણવામાં આવે છે.

રાજ્યમાં સમય જતા જેમ-જેમ કોરોનાના કેસોમાં વધારો થતો ગયો તેમ-તેમ, તંત્ર દ્વારા હોસ્પિટલો અને હેલ્થ એન્ટર ઉપયોગમાં લેવાતા ગયા. અત્યાર સુધી રાજ્યમાં ઘણી જગ્યાએ કોવીડકેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને કોરોનાના કપરાકાળમાં લોકોએ અનેક સુખ દુ:ખનો સામનો કર્યો હતો. પરપ્રાંતીઓ બધું બંધના લીધે કામવિહોણા બન્યા હતા અને જેના લીધે પોતાનું પેટીયું રડવું મુશ્કેલ થઇ ગયું હોવાથી પોતાના વતનની વાટ પકડી હતી. વાહન વ્યવહાર બંધ હતો. પણ બધા મજુરો પોતાના પગ મજબુત બનાવી, પોતાના પગ ઉપર વિશ્વાસ રાખી ચાલીને વતન જવાની તૈયારીઓ આદરી હતી.

બીજું જોઈએ તો કોરોનાની સારવાર દરમ્યાન દર્દી સાથે સીધા સંપર્કમાં આવવાથી 52 હેલ્થ વર્કરોએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમાં તબીબ નર્સ તથા અન્ય કર્મચારીઓ કે જેઓ સીધી રીતે કોરોનાની સારવારમાં જોડાયેલા હતા. જયારે રાજ્યભરમાં કુલ 4442 તબીબનો સામે અન્ય આરોગ્ય વિભાગનો, અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થયો. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો 514 આરોગ્ય સંક્રમિત થયા, કુલ 52 આરોગ્ય કર્મીઓએ દર્દીની સારવાર કરતા પોતાના પ્રાણની આહુતી આપી હતી. લોકડાઉનને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળતા હતા. હજી પણ એ જૂની તસ્વીરો જોઈએ તો એ જુના દિવસો ની યાદ આવી જાય છે. અને જૂની વાતો તાજી થઇ જાય છે અને હાલમાં પણ કોરોનામાં કોઈ ઘટાડો થયો નથી.

Read About Weather here

દેશમાં 3 થી વધુ લોકડાઉન લગાવવામાં આવ્યા. ઉપરાંત અનેક કડક નિયમો રાખવામાં આવ્યા. પરંતુ અનલોક કાર્યની સાથે મોટી સતા ધરાવતા અનેક લોકોએ નિયમોને નેવે મૂકી દેતા બધી મહેનત ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થાવા પામી છે. પણ એક જૂની કહેવત છે કે સતા સામે શાનપણ નકામું છે. એટલે આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે. તેથી આપણે ગાઈડ લાઈનનું પાલન કરીએ અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરીએ. તેવી અમારી અપીલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here