રાજકોટ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી વિવાદે ચડી : ડે. ડાયરેકટરની કાર્યશૈલી પર સવાલ

RAJKOT-HEALTH-AND-SAFETY-સલામતી
RAJKOT-HEALTH-AND-SAFETY-સલામતી

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી વિવાદે

Subscribe Saurashtra Kranti here

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી બહુમાળી ભવન રાજકોટના સાતમાં માળે બેસે છે

શીલ્પન સ્ટીલ કાસ્ટમાં બે મોત છતાં ક્લોઝર નોટીસ નહિ : ખામોશીનું કારણ શું?

જોઈન્ટ ડાયરેક્ટર સમગ્ર બાબતે આંખ આડા કાન કરે છે : પૂછાતો સવાલ?

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી તેના વિવાદસ્પદ અધિકારીઓના કારણે ચર્ચામાં આવી છે. અહીં ફરજ બજાવતા ડેપ્યુટી ડાયરેક્ટર રજનીકાંત એ. પરમાર સોમ અને બુધ કચેરીમાં હજાર ન રહેતા હોવાની બૂમ સતત ઉઠવા પામી છે. સાથે-સાથે શાપર-વેરાવળની ડ્રગ્સ કંપની સન ફાઈન-ઓ-કેમિકલ લીમીટેડ કંપની લાયસન્સ રદ કરવાના મનસ્વી ભલામણના કારણે પરમાર આણી મંડળી ભેખડે ભરાઇ ગઈ છે અને હાલ આ મુદે હાઈ કોર્ટમાં કેસ પેન્ડીંગ હોવાની વિગતો જાણવા મળે છે.

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી બહુમાળી ભવન રાજકોટના સાતમાં માળે બેસે છે. અહીં જોઈન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર એમ બે ઉચ્ચ અધિકારીઓ બેસે છે.

ડેપ્યુટી ડાયરેક્ટરે સોમ અને બુધ કચેરીમાં હાજર રહેવાનું હોય છે. પરંતુ તેઓ ભાગ્ય જ ઉપલબ્ધ હોય છે.
જોઈન્ટ ડાયરેક્ટર હિતેશ એસ. પટેલ રાજકોટના ચાર્જમાં હોય દર ગુરુવારે રાજકોટ કચેરીએ આવે છે. પરંતુ તેઓ પણ ડેપ્યુટી ડાયરેક્ટરને છાવરતા હોવાનુ ચર્ચાઇ છે.

રાજકોટની સન-ફાઈન-ઓ-કેમિકલ લીમીટેડ કંપનીએ 400 કિલો પ્રતિબંધિત કેમીકલની નિકાસ કરતા આ અંગે જરૂરી પગલા લેવા ગત વર્ષ તા. 18/08/20 ના કલેકટર રમ્યા મોહને પત્ર લખી પગલા લેવા સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યને જાણ કરી હતી. સંયુક્ત નિયામકે આ અંગેની તપાસ ડેપ્યુટી ડાયરેક્ટર પરમારને સોંપી હતી. પરમારે તપાસ કરી કંપનીનું લાયસન્સ રદ કરવા ભલામણ કરેલી અને તેની ભલામણના અનુસંધાને કંપનીનું લાયસન્સ રદ કરવાનો હુકમ સક્ષમ સતાધીશે કર્યો હતો. પરંતુ કંપનીનું લાયસન્સ રદ કરવાનો પાવર તેઓ પાસે ન હોય કંપની આ મુદે હાઇકોર્ટમાં જતા મામલો હાલ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે.

સામાન્ય રીતે કોઈ ફેક્ટરી કે કારખાનામાં ફેટલ થાય ત્યારે જે તે કંપનીને ક્લોઝર નોટીસ આપવામાં આવે છે. શીલ્પન સ્ટીલ કાસ્ટમાં બે કામદારોના મોત થવા છતાં આ ફેક્ટરીને ક્લોઝર નોટીશ નહિ અપાતા જાણકારોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ઉકત કેસની તપાસ પરમાર પાસે હતી.

જોઈન્ટ ડાયરેક્ટર હિતેશ એસ. પટેલ સામાન્ય રીતે ગુરુવારે એક દિવસ આવે છે. તેઓ પરમારની મનમાની ચલાવી લે છે.

ડે. ડાયરેક્ટર પરમાર તેઓની વાતચીતમાં ઘણા મનસ્વી રહ્યા છે. તેઓના વાણી-વર્તનથી કર્મચારી, કારખાનેદારો અને પત્રકારોમાં ભારે કચવાટ પ્રવર્તે છે.

Read About Weather here

ગાંધીધામ કચ્છના ડેપ્યુટી ડાયરેક્ટર ભરત ભારતી ગત મહિનામાં નિવૃત થયા હતા. તેઓની રીટાયર્ડમેન્ટના બે દિવસ પહેલા તેમને ચાર્જસીટ આપવામાં આવી હતી અને તેમની શૈક્ષણિક લાયકાત સંદર્ભ ખુલાસા પૂછાયા હતા. ડેપ્યુટી ડાયરેક્ટર પરમાર ત્રણ મહિના પછી રીટાયર્ડ થઇ રહ્યા છે. ભરત ભારતીને જેમ તેઓને પણ રીટાયર્ડમેન્ટ સુધી ચાર્જસીટની આપવામાં રાહ જોવાઈ રહી છે? એવો વેધક સવાલ જાણકારોમાં પુછાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here