હવે રંગે રમવા પર પ્રતિબંધ : ધુળેટીના મહાપર્વના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડાયું

holi-હોલીકા
holi-હોલીકા

Subscribe Saurashtra Kranti here

મોટા પાયે પીચકારી, અબીલ-ગુલાલ અને રંગોની ખરીદી માથે પડવાની શકયતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપારીઓ અને નાના મોટા ધંધાર્થીઓને કરોડોનું નુકસાન

રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રજાના રસ રોમાંચ અને ઉત્સવોની ઉજવણી પર 2019થી કોણ જાણે કોની કુડી નજર લાગી છે કે, સમાજ જીવનમાં વણાયેલા અને પ્રજા જીવન સાથે અન્નભુત કોઇ પણ પ્રકારના તહેવારો અને ધાર્મીક પર્વને નિરાંતજીવે ઉજવી શકાયા નથી. તેનું મોટુ કારણ કોરોના નામની નવી પેદા થયેલી મહામારી છે. કોરોના જયારથી માનવીના જીવનમાં પ્રવેશી ગયો છે ત્યારથી જન જીવનને જપ વળ્યો નથી.

દરેક તહેવારો ઉજવવામાં મર્યાદા રાખવી પડી છે અને કયારેક તો મહત્વના પર્વને પણ ઘરની ચાર દિવાલમાં રહીને ઉજવવાની ફરજ પડી છે. છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિ કોરોના મહા રાક્ષસે ઉભી કરી દીધી છે. હવે તેની ક્રુણ અને કુડી નજરને કારણે રંગ અને મોજમસ્તીના આપણા પરંપરાગત પર્વ હોળી-ધુળેટી તહેવારની રન્ગતને પણ કોરોનાએ ઝાંખી પાડી દીધી છે. આ વર્ષે ધુળેટી પર કોરોના પ્રેરીત પંજો ફરી વળ્યો હોવાથી રંગ રસીયાઓ ખુલ્લે આમ એક-મેકને રંગે નહીં રંગી શકે. આ રીતે રંગોના આ સાનદાર પર્વનો ઉત્સાહ પર કોરોના મહામારીએ ઠંડુ પાણી રેડી દીધુ છે અને લોકો ભારે નીરાસ થઇ ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અચાનક કોરોનાએ પલટી મારીને વધુ વેગ સાથે જન જીવન પર આક્રમણ કરી દીધુ છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 200થી વધુ કેસો અવિરત નોંધાઇ રહયા છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના નવા કેસોનું પ્રમાણ 100ની સપાટીથી ઉપર જ રહયું છે. જેના કારણે ફરી જુની પરિસ્થિતિનો હજારો લાખો લોકો અનુભવ કરી રહયા છે. તાજેતરમાં ચૂંટણીની પ્રક્રિયાએ બળતામાં ધી હોમવા જેવું કામ કરી બતાવ્યું છે અને કોરોનાએ માથુ ઉચકી ફરી ઉતપાત મચાવી દીધો છે.

આ રાજકીય તમાસાઓને કારણે અથવા અન્ય કોઇપણ કારણો સર કોરોના અચાનક બે કાબુ બન્યો જેની સીધી અસર જન જીવન પર થઇ રહી છે. સહુ પહેલા તો નિયંત્રણને કારણે આપણા પરંપરાગત તહેવારો પર જ પ્રતિકુળ અસરો થાય છે અને તેની ઉજવણીને એકદમ મર્યાદીત કરી દેવાની ફરજ પડે છે. આ હકીકતનું 2020ની જેમ પુર્નાવર્તન થયું છે.

ધુળેટી પર્વ કોરોનાને કારણે તેનો રંગ રોમાંચ, ઉત્સાહ અને ઉનમાંદ ગુમાવી દેશે તેમ લાગે છે. રંગ રસીયાઓ ભારે નીરાસામાં ગરકાવ થઇ ગયા છે. જેમ કે રાજય સરકારે ધુળેટી પર્વને ધ્યાનમાં રાખીને નવા-નવા નિયંત્રણો જાહેર કરી દીધા છે. પરીણામે આમ જનતાતો દુખી થઇ જ છે. પણ લાખો કરોડોના ખર્ચે વસાવેલો માલ-સમાન વેંચવાની ચિંતામાં વેપારીઓના માથાના વાળ ધોળા થઇ ગયા છે. એમના ચહેરાનો રંગ ફીકો પડી ગયો છે. રાજકોટની વાત કરીએ તો વેપારીઓ અને દરેક તહેવારમાં બને છે તેમ કામ ચલાઉ નાના-મોટા ધંધાર્થીઓ પીચકારી સહિતના માલ-સમાનને ભરીને બેઠા છે.

અમદાવાદ અને અન્યત્રથી જાતજાતની અને ભાતભાતની પીચકારીઓ, અબીલ ગુલાલ અને જાતજાતના રંગોથી દુકાનો ભરચક બની છે. થળાઓ પર માલ ગોઠવીને વેપારીઓ ધુળેટી પર્વ પર જાણદાર ધુમ ખરીદી થવાની આશા રાખી રહયા હતા. પણ એકાએક પરિસ્થિતિએ વળાંક લીધો છે.

પરીણામે જો પર્વની જ ઉજવણી ન થાય તો મોટા પાયે રંગો અને અબીલ-ગુલાલની ખરીદી તથા પીચકારીઓની ખરીદી સાવ ઓછી થાય અથવાતો નહીંવત થાય એવી ડરામણી શકયતા ઉભી થઇ છે. જેના કારણે લાખો કરોડોની નુકસાની થવાના ડરથી વેપારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓના ચહેરા પર ઉદાસી ફરી વળી છે અને એમના ચહેરાનો રંગ ઉડી ગયો છે. કેમ કે જો રંગ ઉડાડવાની મનાઇ થઇ ગઇ હોય તો માલ કેવી રીતે વેચાસે તેની ચિંતા એમને સતાવી રહી છે.

Read About Weather here

સરકારે જાહેર કર્યા મુજબ હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પણ ત્યાં હાજરીની સંખ્યા પર લગામ મુકવામાં આવી છે. હોલીકા દહન સ્થાને ભીડ ભેગી કરી શકાશે નહીં. મર્યાદીત સંખ્યામાં હાજર રહીને ધાર્મીક વિધી કરી લેવાની રહેશે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા. જેમાં આદેશ અપાયો હતો કે હોળીની પ્રદક્ષીણા કરીને મર્યાદીત સંખ્યામાં ધાર્મીક વિધી કરી શકાશે. પણ બીજે દિવસે ધુળેટીના પર્વ નિમિત્તે એક બીજા પર રંગ ઉડાવી નહીં શકાય.

નિયમોનો ઉલ્લધન કરનારા સામે પોલીસને કડક હાથે કામ લેવાની સુચના અપાઇ. રાજય સરકારના આ નિર્ણયને પગલે રાજયમાં અનેક કલબોમાં રંગોત્સવ કાર્યક્રમ પડતો મુકવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here