વિપુલ ચૌધરીના સમર્થકોના ટોળાં વિસનગર સેવાસદનમાં ઊમટી પડ્યાં

મહેસાણા જિલ્લા સહકારી દુધ ઉત્પાદૃક સંઘ(દુધસાગર ડેરી)ના નિયામક મંડળની ચૂંટણીમાં શનિવારના રોજ વિભાગ-૧માં ૪૨ અને વિભાગ-૨માં ૧૮ મળી ૬૦ ફોર્મ ભરાયા હતા. જ્યાં શનિવારે વિપુલભાઇ ચૌધરીના સમર્થકોએ મોટી સંખ્યામાં વિસનગર તાલુકા સેવાસદનને ઉમટી પડ્યા હતા. જયાં રવિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. વિપુલભાઇના પત્ની ગીતાબેન અને દિકરા પવન સાથે વિપુલભાઇનું ઉમેદવારીપત્ર પ્રાંત અધિકારીને અપાયું હતું.

વિસનગર તાલુકા સેવાસદન ખાતે ફોર્મ ભરવા આવેલ વિપુલભાઇના પત્ની ગીતાબેન અને દિકરા પવનના સમર્થનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. શુક્રવારે પરિવર્તન પેનલના ઉમેદવારોએ સમર્થકો સાથે આવી ઉમેદવારી પત્રો ભર્યાં હતાં. શનિવારે વિપુલ ચૌધરીના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.