બસ હવે કેમિકલ વાળા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ બંધ કરો અને જાતે જ બનાવો મિનિટોમાં સનસ્ક્રીન લોશન

બસ હવે કેમિકલ વાળા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ બંધ કરો અને જાતે જ બનાવો મિનિટોમાં સનસ્ક્રીન લોશન
બસ હવે કેમિકલ વાળા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ બંધ કરો અને જાતે જ બનાવો મિનિટોમાં સનસ્ક્રીન લોશન

ઘરે ખાલી 5 વસ્તુથી જાતે જ બનાવો સનસ્ક્રીન લોશન,જેથી તડકામાં કલાકો સુધી રહેશે તો પણ સ્કિન કાળી નહીં પડે…

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીએ જોર પકડ્યું છે ત્યારે આકાશથી સૂર્ય તો અગનગોળા વરસાવી રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે .ત્યારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ તો સ્કિન માટે તડકામાં બહાર નીકળવું ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે પણ યુવી કિરણોથી સ્કિનને બચાવવા માગો છો પરંતુ કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ નથી કરવા માંગતા તો ઘરે જ સરળતાથી SPF લોશન બનાવી ઉપયોગ કરી શકો છો .

જૂનનો મહિનો શરૂ થઇ ચુક્યો છે અને તડકો પોતાની પીક પર છે. આ સીઝનમાં તડકાના કારણે સ્કિન ડેમેજ થઇ રહી છે. આ ઉપરાંત, ઘરની અંદર પણ સ્કિન પર ટેનિંગ આવી રહી છે. તેવામાં સ્કિનને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પ્રોટેક્ટ કરવા માટે સ્કિન કેર રૂટીનમાં થોડો બદલાવ લાવવો ખુબ જ જરૂરી છે. યુવી કિરણોથી સ્કિનને બચાવવા માટે સનસ્ક્રીનની જરૂર પડવા લાગી છે.

સનસ્ક્રીન એ આપણી સ્કિનને યુવી કિરણોથી પ્રોટેક્ટ કરે છે, તે પ્રદૂષણ અને ધૂળ વગેરેથી પણ સ્કિનને બચાવે છે. પરંતુ તેને વધુ સમય સુધી સ્કિન પર અપ્લાય કરવાથી કેટલીક સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવાનો વારો પણ આવી શકે એમ છે. માટે આપણે અહીંથી જણાવીશું કે તમે જાતે ઘરે સનસ્ક્રીન કેવી રીતે બનાવી શકો છો……..

હોમમેડ સનસ્ક્રીન લોશન બનાવવાની રીત :-

તો હવે હોમમેડ સનસ્ક્રીન લોશન બનાવવા માટે તમે 1/4 કપ નારિયેળ તેલ લો. ત્યારબાદ તેમાં 1/4 કપ એલોવેરા જેલ મિક્સ કરો. અને જો શક્ય હોય તો ફ્રેશ એલોવેરા જેલ જ લો.

હવે તેમાં 25 જેટલા ટીપાં વોલનટ એક્સ્ટ્રેક્ટ મિક્સ કરો.મિક્સ કાર્ય બાદ એક કપ શિયા બટર મિક્સ કરો. હવે આ બધી વસ્તુને ગરમ કરો. જ્યારે તે મિક્સ થઇ જાય પછી તેને ઠંડુ કરો. હવે તેમાં બે ચમચી ઝિંક ઓક્સાઇડ પાવડર મિક્સ કરો. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને કોઇ એરટાઇટ કંટેનરમાં સ્ટોર કરી લો અને તેનો ઉપયોગ કરો.