ટી-20 વર્લ્ડકપ 2022નો ખીતાબ ઈંગ્લેન્ડે જીતી લીધો હતો. હવે આગલો વર્લ્ડકપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ વર્લ્ડકપ પહેલાં આઈસીસીએ મોટો ફેરફાર કર્યો છે જે પ્રમાણે હવેથી 12 નહીં બલ્કે 20 ટીમો ભાગ લેશે!
Visit Saurashtra Kranti Homepage here
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યાજમીનામાં રમાનારા વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લેશે જેમાં પાંચ ગ્રુપ બનાવવામાં આવશે અને દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમોને રાખવામાં આવશે. આ પછી દરેક ગ્રુપમાં ટોપ-2 ટીમો આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. આ રીતે આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાશે અને તેમાં જીત મેળવનારી ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે અને ત્યારપછી બે ટીમ વચ્ચે ફાઈનલ રમાશે!
Read About Weather here
આ વર્લ્ડકપ માટે વિન્ડિઝ અને અમેરિકાએ મેજબાન હોવાને નાતે પહેલાંથી જ ક્વોલિફાય કરી લીધું છે. આ ઉપરાંત વર્લ્ડકપ-2022ના સુપર-12માંથી 8 ટીમોને સીધી એન્ટ્રી મળી છે જેમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામેલ છે. આ ઉપરાંત આઈસીસી રેન્કીંગના આધારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને પણ જગ્યા મળી ગઈ છે. હવે આઠ ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here