વર્લ્ડ કપ પહેલા આજે ભારત પહેલી વોર્મઅપ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સાથે રમશે  

વર્લ્ડ કપ પહેલા આજે ભારત પહેલી વોર્મઅપ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સાથે રમશે
વર્લ્ડ કપ પહેલા આજે ભારત પહેલી વોર્મઅપ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સાથે રમશે
ક્રિકેટના મહોત્સવ એટલે કે વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થશે. પરંતુ વોર્મઅપ મેચની શરૂઆત ગઈકાલેથી થઇ ચુકી છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે વોર્મઅપ મેચ રમાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ મેચમાં બંને ટીમો પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરીને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી રૂપ આપી શકે છે. બંને ટીમો પાસે વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની આ શ્રેષ્ઠ તક છે.વોર્મઅપ મેચમાં તમામ 15 ખેલાડીઓનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ બેટિંગ માત્ર 11 ખેલાડીઓ જ કરી શકશે. આ મેચમાં પ્લેઇંગ ઈલેવન પસંદ કરવાની જરૂર નથી. કોઈપણ ખેલાડી ગમે તે નંબર પર આવીને બેટિંગ કરી શકે છે અને કોઈપણ ગમે ત્યાં બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુવાહાટીમાં આજે વરસાદ થવાની સંભાવના વધુ છે. મળેલા અહેવાલ મુજબ આજે ગુવાહાટીમાં વરસાદ થવાની સંભાવના 50થી 55 ટકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here