ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડની વનડે ટૂર્નામેન્ટ રૉયલ લંડન કપમાં રમતો દેખાશે

Shreyas iyer-ભારતીય
Shreyas iyer-ભારતીય

Subscribe Saurashtra Kranti here

ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર લેક્રેશાયર ક્લબ માટે ક્રિકેટ રમશે

ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર બહુજ ઓછા સમયમાં ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યો છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-૨૦માં શાનદાર પ્રદર્શન કરનારા શ્રેયસ અય્યરને હવે ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યુ છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-૨૦ સીરીઝમાં ભલે શ્રેયસ અય્યરે પાંચ અને છ નંબર પર બેટિંગ કરી હોય, પરંતુ વનડેમાં તેને પોતાનો દમ બતાવીને નંબર ચારનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે.

અય્યરની પ્રતિભા અને હાલના ફોર્મને જોતા ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેક્રેશાયર તેની સાથે કરાર કર્યો છે, એટલે હવે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડની ઘરેલુ વનડે ટૂર્નામેન્ટ રૉયલ લંડન કપમાં ભાગ લેશે, અય્યર ઇંગ્લેન્ડની લેક્રેશાયર ટીમમાંથી રમતો દેખાશે. તાજેતરમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-૨૦ સીરીઝ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે ૩-૨થી વિજેતા રહી. જોકે, ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયામાંથી રમી રહેલા શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ આ સીરીઝમાં જબરદસ્ત બેટિંગ કરીને ઇંગ્લેન્ડના બૉલરોની ધૂલાઇ કરી હતી.

લેક્રેશાયર ક્રિકેટ ક્બલે રૉયલ લંડન કપ માટે શ્રેયસ અય્યરની સાથે કરાર કર્યો છે. અય્યર ૧૫ જુલાઇએ ક્લબ સાથે જોડાશે. ભારત માટે અત્યાર સુધી ૨૧ વન-ડે અને ૨૯ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકેલો અય્યર ભારતને છઠ્ઠો ક્રિકેટર હશે, જે લેક્રેશાયર ક્લબ માટે ક્રિકેટ રમશે. શ્રેયસ અય્યર પહેલા ભારતના ફારુક એન્જિનીયર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, દિનેશ મોંગિયા અને મુરલી કાર્તિક પણ લેક્રેશાયર ક્રિકેટ ક્લબ માટે રમી ચૂક્યા છે.

Read About Weather here

રૉયલ લંડન કપની શરૂઆત ૨૨ જુલાઇથી થશે. વળી આની ફાઇનલ મેચ ૧૯ ઓગસ્ટે રમાશે. ટૂર્નામેન્ટમાં લેક્રેશાયરને પોતાની પહેલી મેચ ૨૦ જુલાઇએ ઘરમાં સસેક્સ સામે રમવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here