ભારતીય ટીમ અફઘાનિસ્તાન ટીમને હરાવવાના ઈરાદા સાથે દિલ્હીના મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમ અફઘાનિસ્તાન ટીમને હરાવવાના ઈરાદા સાથે દિલ્હીના મેદાનમાં ઉતરશે
ભારતીય ટીમ અફઘાનિસ્તાન ટીમને હરાવવાના ઈરાદા સાથે દિલ્હીના મેદાનમાં ઉતરશે
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ODI World Cup 2023ની 9મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી અહીં પહોંચી છે, જ્યારે અફઘાનિસ્તાનનું ખાતું પણ હજુ ખૂલ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય ટીમ અફઘાનિસ્તાન ટીમને હરાવવાના ઈરાદા સાથે દિલ્હીના અરુણ જેટલી સ્મટેડીયમમાં ઉતરશે. ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી પિચ હોવાના કારણે આ રણનીતિ અપનાવવામાં આવી હતી. જો કે દિલ્હીની પિચ પર સ્પિનર્સને એટલી મદદ નહી મળે જેથી આજે ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન ટીમની પણ સ્પિન બોલિંગ મજબૂત છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ ચેપોકની જેમ બહુ સ્પિન ફ્રેન્ડલી નથી, આવી સ્થિતિમાં ભારતીય ટીમ સ્પિન ઓલરાઉન્ડરને બદલે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને અજમાવી શકે છે. અહીં રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમીને પણ મોકો આપવામાં આવી શકે છે. પરંતુ શાર્દુલને પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના વધુ છે કારણ કે તે બોલિંગની સાથે શાનદાર બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં એક મોટું અપડેટ એ છે કે શુભમન ગિલ આજની મેચમાં પણ મેદાન પર જોવા નહીં મળે. તે ભારતીય ટીમ સાથે દિલ્હી આવ્યો નથી. તે હજુ ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેના સ્થાને ફરી એકવાર ઇશાન કિશન જ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર થવાની સંભાવના ઓછી છે. અફઘાનિસ્તાન તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે ખરાબ રીતે હારી ગયું હતું, તેમ છતાં તે તેની જૂની પ્લેઇંગ ઈલેવન સાથે મેદાન પર જોવા મળી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં ભારતે 2 મેચમાં જીત મેળવી છે. જયારે એક મેચ ટાઈ રહી હતી. જો ODI World Cupની વાત કરીએ તો આ બંને ટીમો એકવાર સામસામે આવી ચુકી છે. તે મેચમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ પહેલા દિલ્હીમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 400થી વધુ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં આજે પણ હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

Read National News : Click Here

ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન

રોહિત શર્મા (C), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (WKT), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન/મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઈલેવન

હશમતુલ્લાહ શાહિદી (C), રહેમાનુલ્લા ગુરબાઝ (WKT), ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here