કાલે આઈપીએલનું મિનિ ઓક્શન

કાલે આઈપીએલનું મિનિ ઓક્શન
કાલે આઈપીએલનું મિનિ ઓક્શન
આવતીકાલે કોચીમાં આઈપીએલ-2023 માટે બપોરે 12:30 વાગ્યાથી મિનિ ઑક્શન (નાની હરાજી) થશે. આ હરાજીમાં આઈપીએલ રમનારી 10 ટીમ 154.50 કરોડ રૂપિયાના ખર્ચે 405માંથી 87 ખેલાડીઓની ખરીદી કરશે. આ માટે દરેક ટીમે કમર કસી લીધી છે અને હરાજીમાં ઈંગ્લેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને સૈમ કુરેન પણ છે જેના ઉપર ટીમો દિલ ખોલીને પૈસા વરસાવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે હરાજીમાં સૌથી વધુ રકમ લઈને સનરાઈઝર્સ હૈદરાબાદ ઉતરશે. આ ઉપરાંત પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ચાર ટીમો એવી છે જેની પાસે 20 કરોડથી વધુની રકમ છે. જ્યારે ફાફ ડુપ્લેસીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ બે એવી ટીમ છે જે હરાજીમાં અત્યંત કંજૂસાઈ કરતી જોવા મળશે કેમ કે 10માંથી આ બે ટીમોના પર્સમાં 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ પડેલી છે.

Read About Weather here

દસેય ફ્રેન્ચાઈઝી પાસે આમ તો પર્સમાં કુલ 206 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે પરંતુ નિયમ પ્રમાણે તેઓ કુલ બજેટની 75% રકમ જ ખેલાડીઓની ખરીદી પાછળ ખર્ચ કરી શકે છે. તેનાથી વધુ રકમ ખર્ચ કરવાની તેમને પરવાનગી હોતી નથી. પાછલા વર્ષોના વિપરિત આઈપીએલ-2023ની હરાજીમાં રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો વિકલ્પ નહીં થાય. દરેક ફ્રેન્ચાઈઝી સ્કવોડમાં ઓછામાં ઓછા 18 ખેલાડી અને મહત્તમ 25 ખેલાડી સામેલ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here