એશિયન ગેમ્સમાં નિરજ ચોપડાના નેતૃત્વમાં ‘દમ’ દેખાડવા ભારત તૈયાર

એશિયન ગેમ્સમાં નિરજ ચોપડાના નેતૃત્વમાં 'દમ' દેખાડવા ભારત તૈયાર
એશિયન ગેમ્સમાં નિરજ ચોપડાના નેતૃત્વમાં 'દમ' દેખાડવા ભારત તૈયાર
ચીનમાં આજથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં દમ દેખાડવા મેદાને પડશે.ઓલિમ્પિક ચેમ્પીયન નીરજ ચોપડાના નેતૃત્વમાં આ વખતે ભારતનાં સૌથી વધુ ખેલાડીઓને એશીયન ગેમ્સ માટે મોકલવામાં આવ્યા છે અને જુદા જુદા 481 સુવર્ણચંદ્રકોની રેસમાં સામેલ થશે.

Visit Saurashtra Kranti Homepage here

કોવિડકાળને કારણે એશિયન ગેમ્સનું આયોજન એક વર્ષ મોડુ થયુ છે આજે સાંજે ઝાકઝમાળભરી ઓપનીંગ સેરેમનીમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગના હસ્તે એશીયાડ ખુલ્લો મુકવામાં આવશે. ભારત વતી લવલીમા તથા હરમનપ્રિત ભારતીય ધ્વજ સાથે સામેલ છે.આગામી દાયકામાં ઓલિમ્પિકનું યજમાન બનવા મથતા ભારતે આ વખતની એશીયન ગેમ્સ માટે સૌથી વધુ ખેલાડીઓ મોકલ્યા છે અને યાર સુધીનાં સૌથી વધુ મેડલ જીતવાનો વિશ્વાસ છે.

Read Saurashtra Kranti E-Paper here

100 મેડલનું સ્વપ્ન સાકાર ન થઈ શકે તો પણ ગત વખત કરતા વધુ મેડલ જીતવાનો ટારગેટ સ્થાપવામાં આવ્યો છે. એથ્લેટીકસમાં સૌથી વધુ મંડલ મળવાની આશા છે. ગત વખતે ટ્રેક એન્ડ ફીલ્ડ ખેલાડીઓએ 20 મેડલ જીત્યા હતા.આ વખતે આંકડો 25 પર પહોંચવાનો વિશ્વાસ છે.એશીયન ગેમ્સનાં ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના પાંચ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ સામેલ થયા છે ભાલા ફેકમાં વિશ્વ વિજેતા નીરજ ચોપડા ભારતીય ટીમનુ નેતૃત્વ કરી રહ્યો છે. 2018 માં ભારતે 16 મેડલ જીત્યા હતા.પાંચ ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ હોવાથી વધુ મેડલ જીતવાની આશા બંધાઈ છે. નીરજ ચોપડા ઉપરાંત મીરાબાઈ ચાનુ, પી.વી.સિંધુ, બજરંગ પુનિયા તથા બોકસર લવલીનાં એશીયાડ રેસમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

નીરજ ચોપડાનું ફોકસ સતત બીજો સુવર્ણચંદ્રક જીતવાનું છે. ગોલ્ડ મેડલ જીતવામાં તે સફળ થાય તો 65 વર્ષ બાદ આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ખેલાડી બનશે. આ પૂર્વે પાકિસ્તાનનાં ખેલાડી મોહમ્મદ નવાજે 1954 માં મનીલા તથા 1958 માં ટોકીયો ખેલ મહોત્સવમાં જેનલીન થ્રોમાં ગોલ્ડમેડલ જીતીને સળંગ બે વખત ચેમ્પીયન બનવાની સિદ્ધિ મેળવી હતી. હજુ સુધી આ રેકોર્ડ અતુટ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here